ચૂંટણી પહેલા સરકારનો મોટો દાવ ગાંધીનગર મનપાની હદમાં ત્રણ નવા વોર્ડનો સમાવેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-09 11:12:48
  • Views : 369
  • Modified Date : 2020-07-09 11:12:48

મહાપાલિકામાં ૩ વોર્ડ અને ૧૨ કોઉન્સલનો વધારો કરવામાં આવ્યો છે.
ગાંધીનગર મહાપાલિકાની સ્થાપના વર્ષ ૨૦૧૧ માં કરવામાં આવી હતી. તે સમયે ૧૧ વોર્ડ અને ૩૩ કાઉન્સલરો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ ૨૦૧૬ માં ચૂંટણી યોજાઈ ત્યારે ૮ વોર્ડ અને ૩૨ કાઉન્સલરો સમાવેશ કરાયો હતો. જેમાં એક વોર્ડમાં ચાર કાઉન્સલરો નક્કી કરવામાં આવ્યા હતા. હાલમાં પણ આ જ પ્રમાણે
મહાનગરપાલિકામાં સભ્યોની સંખ્યા છે. ત્યારે તાજેતરમાં જ ગાંધીનગર મહાનગરપાલિકામાં ૧૮ ગામડાં અને એક પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
ગાંધીનગર મહાનગરપાલિકામાં હાલમાં ૮ બોર્ડને ૩૨૩૨ કાઉન્સલરો છે. જ્યારે ૧૮ ગામડાનો સમાવિષ્ટ કરાયા બાદ હવે નવા ૩ વોર્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે હવે ગાંધીનગર
મહાપાલિકામાં ૧૧ વોર્ડ આગામી ચૂંટણીથી કાર્યરત થશે. ત્યારે હાલમાં કાઉન્સલરોની સંખ્યા ૩૨ છે. નવા સીમાંકન મુજબ કાઉન્સલરની સંખ્યા ૪૪ થશે. જેમાં ૨૨ બેઠકો મહિલા અનામત માટે રાખવામાં આવી છે. તેમાં ૫ એસસી માટે બેઠક ફાળવવામાં આવી છે. જેમાં ૩ મહિલાનો સમાવેશ થશે, જ્યારે ૧ એસટી બેઠક ફાળવવામાં આવી છે, તેની સાથે ૪ ઓબીસી બેઠકોનો સમાવેશ કરાયો છે, જેમાં ૨ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

૪૪ બેઠકોમાં ૫ એસસી, ૪ ઓબીસી અને ૧ એસટી માટે અનામત
ગાંધીનગર મહાનગરપાલિકામાં ૩ વોર્ડ અને ૧૨ બેઠકોનો વધારો થતાં હવે કુલ ૧૧ વોર્ડમાં ૪૪ બેઠકો રહેશે. જેમાં ૫૦ ટકા એટલે કે ૨૦ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. તેમાં ૧૭ બેઠકો સમાન્ય, ૩ એસસી અને ૨ ઓબીસી મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકામાં હવે ૧૧ વોર્ડની ૪૪ બેઠકોમાં મહિલા અનામત ઉપરાંત પાંચ બેઠક એસસી માટે અનામત રહેશે. તેમાં ૩ મહિલા અને ૨ બેઠકો પુષ માટે અનામત રહેશે. જ્યારે ૪ બેઠક ઓબીસી એટલે કે આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગ માટે અનામત રહેશે. તેમાં બે-બે બેઠક મહિલા અને પુરુષ માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત એક બેઠક એસટી સામાન્ય ઉમેદવાર માટે અનામત રહેશે. પરિણામે મહિલા ઉમેદવારને પણ તક મળી શકશે. આમ આ ૧૦ બેઠકોનો અનામત વર્ગ માટે સમાવેશ કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News