લાખણી અને ગેળા વચ્ચે ગમખ્વાર અકસ્માત ત્રણના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 11:08:52
  • Views : 432
  • Modified Date : 2019-09-23 11:08:52

 બનાસકાંઠા જિલ્લાના લાખણીના ગેળા નજીક બાઇક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે અકસ્માતમાં બાઈક સવાર ત્રણ સગા ભાઇઓના મોત નિપજ્યાં હતાં.
લાખણી તાલુકાના લાલપુર ગામના પ્રજાપતિ પરિવારના ત્રણ સગા ભાઇઓ  ધંધાર્થે લાખણી જવા બાઇક નં. જીજે ૦૬ ડી એફ ૩૩૧૭  પર નીકળ્યા હતા. ત્યારે
પાલનપુરના મોટા ગામથી સીમા દર્શન નડાબેટ જવા નીકળેલી લકઝરી બસ નં. જીજે ૦૮ ઝેડ -૫૪૬૯ ગેળા હનુમાનજીના દર્શને જતી હતી. ત્યારે લાખણી અને ગળા વચ્ચે લકઝરી બસ સાથે બાઈકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ સગા ભાઈઓને કાળ આંબી ગયો હતો. લક્ઝરી બસ અને બાઇકની જોરદાર ટક્કર થતા ઘટનાસ્થળે ત્રણેય ભાઈઓના પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થયાં હતાં. અકસ્માત એટલો બધો ભયંકર હતો કે અકસ્માતમાં બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્રણે ભાઇઓના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્‌યું હતું. અકસ્માતના પગલે લાખણી પંથકમાં અરેરાટી ફેલાઇ હતી.
 

Download Our B K News Today App



Related News