રાજસ્થાનના બાંસવાડાના શ્રમિકો ઉપર પાલનપુરના સેજલપુરામાં દીવાલ ધરાશાયી થતાં ૧૧ દટાયા, ત્રણનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-08 12:00:12
  • Views : 383
  • Modified Date : 2020-09-08 12:00:12

પાલનપુર તાલુકાના સેજલપુરા ગામે સોમવારે મકાન પાયાના ખોદકામ દરમિયાન જર્જરિત દિવાલ ધડાકાભેર ધરાશયી થઈ હતી. આ દુર્ઘટનામાં કુલ ૧૧ વ્યક્તિઓ દટાઈ ગયા હતા. જે પૈકી બે બાળકો અને એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે આઠ જણાને ઇજાઓ થતાં પાલનપુર સિવિલ
હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
પાલનપુર તાલુકાના સેજલપુર ગામે સોમવારે રોડની બાજુમાં બાંધકામ માટે શ્રમિકો  પાયો ખોદવાની કામગીરી કરી રહ્યા હતા. દરમિયાન બાજુના મકાનની જર્જરિત દિવાલ શ્રમિક પરિવાર ઉપર ધડાકાભેર ધરાશયી થઈ ગઇ હતી. જેના નીચે તમામ દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ગામના સરપંચ સહિત ગ્રામજનો અને તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં જેસીબીની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન બે બાળકો અને એક મહિલા ઈંટો અને રોડાના કાટમાળ નીચેથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે આઠ વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં પાલનપુર, છાપી અને વડગામની ૧૦૮ દ્વારા ત્વરિત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાને પગલે સમગ્ર
પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. આ અંગે ગામના સરપંચ જ્યંતીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગામમાં ખાનગી કોન્ટ્રાકટર લાવી  મજૂરો પાસે બાંધકામ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે. મૃતકોના
પરિવારજનો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવશે.

Download Our B K News Today App



Related News