રાજસ્થાન જહાજપુર જૈન મંદિર દર્શને જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે શ્વાન આવતા અકસ્માત સર્જાયો મૂંગા પશુઓના પાલક ભરત કોઠારી સહિત ત્રણના જીવનદીપ બુઝાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 11:28:10
  • Views : 1295
  • Modified Date : 2020-12-27 11:28:10

જીવદયા કાર્યકરોને આંચકો આપતી ઘટના શનિવારે સવારે બની હતી. ડીસાજ નહીં પરંતુ ગુજરાતના જાણીતા જીવદયા પ્રેમી ભરત કોઠારી સહિત અન્ય બે કાર્યકરોનું રાજસ્થાનમાં સવારે ૧૦ઃ૩૦ કલાક આસપાસ સડક દુર્ઘટનામાં કરૂણ મૃત્યુ નિપજ્યા હતા. રાજસ્થાનના જહાજ મંદિર દર્શને સ્પોર્ટસ પજેરો ગાડીમાં જઈ રહ્યા હતા. ત્યારે માર્ગમાં કૂતરું આવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે ડીસા શહેરમાં શોકની લાગણી પ્રસરી છે.
આ કરૂણ ઘટનાની મળેલી વિગત અનુસાર ડીસાના જીવદયાપ્રેમી ભરત કોઠારી અને તેમના મિત્રો રાજસ્થાનના જહાજ મંદિર દર્શને  જઈ રહ્યા હતા. ત્યારે શનિવારે સવારે ૧૦-૩૦ કલાકના સુમારે જાલોર જિલ્લાના બાગરા પોલીસે મથકની હદમાં આવેલા રીકો એરીયાના ત્રીજા વિભાગ પાસે આવેલા મોહનજીની પ્યાઉ પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. સ્પોર્ટસ પજેરો ગાડીમાં જઈ રહેલા ભરતભાઈ કોઠારી સહિતના લોકોને વચ્ચે કૂતરું આવતા તેને બચાવવા જતાં ગાડી ઉપરનો કાબુ ગુમાવી દેતા જાેરદાર અકસ્માત થયો હતો. જેમાં ભરતભાઈ કોઠારી, રાકેશ ધારીવાલ, અને વિમલ બોથરાના કરૂણ મૃત્યુ થયા હતા. આ ઘટનાના પગલે આજુબાજુના વિસ્તારમાં આવેલી પથ્થરની ફેક્ટરીઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને અન્ય ચાર ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાના પગલે ડી.એસ.પી. જયદેવ સિયાગ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને તેમના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News