બનાસકાંઠાના ધાનેરા નજીક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-03 14:11:28
  • Views : 98
  • Modified Date : 2023-07-03 14:11:28

 બનાસકાંઠામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત ધાનેરા નજીક સર્જાયો હતો. સ્કોર્પિયો ગાડી પલટી જતાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે ગાડી ત્રણ દુકાનની શટર તોડી ડિવાઈડર સાથે અથડાઈ હતી.અકસ્માત બાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ મૃતકોના મૃતદેહને ધાનેરા પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે ધાનેરા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 2 દિવસ પહેલા જ અમીરગઢમાં આવો જ ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

Download Our B K News Today App



Related News