ડીસાના દિપક હોટલ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક પર સવાર 3 લોકો ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-03 10:57:52
  • Views : 2549
  • Modified Date : 2022-06-03 10:57:52

 

ડીસા શહેરના દિપક હોટલ પાસે રાત્રીના સમયે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે મોટાભાગે ડીસા શહેર માંથી પસાર થતા નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો મોતને ભેટ્યા છે તો અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો ને લઈ હાલ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહે છે ત્યારે આવો એક વધુ અકસ્માત ડીસાના દિપક હોટલ પાસે સર્જાયો હતો જેમાં ડીસા શહેરના નેશનલ હાઈવે પર આવેલ દિપક હોટલ પાસે બાઈક પર સવાર ત્રણ યુવકો જઈ રહ્યા હતા તે સમયે સામેથી આવી રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકો રોડ પર પટકાતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે ડીસાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે ઘટનાસ્થળે ડીસા ઉત્તર પોલીસ પણ પહોંચી હતી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News