સામરવાડા ગામ પાસે કાર પલ્ટી ખાતા ત્રણ ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-12 11:44:59
  • Views : 636
  • Modified Date : 2020-04-12 11:44:59

ધાનેરાથી દૂધ આપીને પરત ફરી રહેલા એક પરિવારને અકસ્માત નડતા ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થવા પામી હતી. ચોરા ગામના  વાઘજીભાઈ રબારીનો પરિવાર ધાનેરા શહેરમાં રોજ સોસાયટીઓમાં દૂધ આપવા માટે પોતાની અલ્ટો ગાડી લઇને આવે છે. જે દૂધ આપી પોતાના ગામ જઇ રહ્યા હતા તે દરમિયાન સામરવાડા પાસે અચાનક બાઇક વચ્ચે આવી જતા બાઇકચાલકને બચાવવા જતા અલ્ટો ગાડી પલ્ટી ખાઈને બાવળમાં ઘુસી ગઈ હતી. જેથી આજુબાજુના ખેતરમાંથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમજ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે લવાયા હતા. પરંતુ ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઇજા પામેલ (૧) દેવાજી વાઘાજી રબારી, (૨)રાધાબેન વાઘાજી રબારી (૩) લીલાબેન વાઘાજી તમામ રહે. ચોરા તા. ડીસા વાળા હોવાનું માલૂમ પડ્‌યું હતું.

Download Our B K News Today App



Related News