ધાનેરાના ગોલા ગામે યુવતિએ ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-31 11:27:11
  • Views : 413
  • Modified Date : 2020-05-31 11:27:11

ધાનેરા તાલુકાના ગોલા ગામે રહેતા એક દરજી પરિવાર પોતાનું દરજીકામ કરીને ગુજરાન ચલાવે છે. ત્યારે ગુરુવારની રાત્રીના સમયે ફરીયાદી યુવતિ તેમના સાસુ સસરા અને પતિ સાથે
વાળુપાણી કરીને પોતાના
પરિવાર ઘરની બહાર ખુલ્લામાં સુતા હતા અને ફરીયાદી યુવતિ ઘરમાં સુતી હતી. ત્યારે રાત્રીના સમયે અચાનક બારણુ ખખડાવતા આ યુવતિએ
પોતાના પતિને કઇંક કામ હશે તેમ સમજી બારણુ ખોલેલ અને મોબાઇલની લાઇટ કરતા તેમના પતિના બદલે પોતાના ગામનો જ  મુસ્તુફા મુસ્લા નામનો યુવક ઉભો હતો અને આ યુવતિ કઇપણ વિચારે તે
પહેલા તે યુવકે યુવતિનું મોઢુ દબાવી બાથમાં ભીડીને રૂમમાં ખેંચી ગયેલ અને કપડા ફડાવતા આ યુવતિએ બુમો
પાડતા તેમના પતિ અને સાસુ સસરા જાગી ગયેલા. જેથી આ યુવક ત્યાંથી ભાગી છુટેલ અને બીજા દિવસે યુવતિના પરિવારે ગ્રામજનોને ભેગા કરી તે બાબતે વાત કરતા ગામવાળાઓએ ઠપકો આપવા માટે બોલાવેલ. ત્યારે મુસ્તુફા મોમદા મુસ્લા તથા તેના ભાઇ આલમ મોમદા મુસ્લા અને રસુલ મોમદા મુસ્લા લાકડીઓ સાથે આવેલા અને લાકડીઓ વડે યુવતિના પતિને માથાના ભાગે લાકડી મારેલ. ત્યારે તેના સાસુ વચ્ચે પડતા તેમને
પણ બરડાના ભાગે લાકડી મારેલ. જેથી બીજા લોકો દોડી આવતા આ લોકો ભાગી ગયેલ અને ૧૦૮ મારફત ધાનેરા સરકારી દવાખાને સારવાર માટે લાવેલ અને યુવતિએ મુસ્તુફા મોમદા મુસ્લા,  આલમ મોમદા મુસ્લા અને રસુલ મોમદા મુસ્લા સામે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે આ બાબતે કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News