ડીસામાં પિતાના ન્યાય માટે ત્રણ નાની દીકરીઓએ નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-19 13:38:31
  • Views : 746
  • Modified Date : 2020-05-19 13:38:31

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અઠવાડિયા અગાઉ ડોક્ટરોની બેદરકારીના કારણે એક યુવકનું કરૂણ મોત થયું હતું. જે મામલે ન્યાયિક તપાસ માટે મૃતકના પરિવારજનોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ડીસાના અઠવાડિયા અગાઉ મોચીવાસ વિસ્તારમાં રહેતા પ્રકાશ સોલંકી નામના ૩૮ વર્ષીય યુવકને વહેલી સવારે પેટમાં દુઃખાવો ઉપડતા તેના પરિવારજનોએ તેને સારવાર માટે ખસેડ્‌યો હતો. પરંતુ ત્રણ ત્રણ હોસ્પિટલમાં ફરવા છતાં અને પરિવારજનોએ આજીજી કરવા છતાં પણ એક પણ ડોક્ટરે તેની સારવાર કરી ન હતી. કારણ કે આ બીમાર યુવક જે વિસ્તારમાંથી આવતો હતો તે મોચીવાસ વિસ્તારને કોરોના વાયરસને કારણે કન્ટેઈનમેન્ટ જાહેર કરાયો હતો અને તેના કારણે એક પણ ડોક્ટરે તેની સમયસર સારવાર ન કરતા અને આમતેમ રજળતા આખરે યુવકનું રસ્તામાં જ કરૂણ મોત થયું હતું. ત્રણ ત્રણ માસૂમ બાળકીઓના પિતાનું અકાળે અવસાન થતા પરિવારજનો પર આભ ફાટી પડ્‌યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જે મામલે મૃતકના ભાઈએ બેદરકાર ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ પણ કરી છે. ત્યારે આ મૃતકના પરિવારજનોને ન્યાય મળે અને ડોક્ટરો સામે કડક કાર્યવાહી થાય તે મામલે મૃતકના પરિવારજનોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

Download Our B K News Today App



Related News