'સ્ક્રિપ્ટેડ ગેંગરેપ'ની 3 દિવસની કહાની:પોલીસનો દાવો- 2 દિવસ સુધી અન્ડરગ્રાઉન્ડ રહી મહિલા; ત્રીજા દિવસે જાતે જ રસ્તા પર સૂઈ ગઈ હતી

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-21 16:09:56
  • Views : 265
  • Modified Date : 2022-10-21 16:09:56

    ગાઝિયાબાદમાં 18 ઓક્ટોબરે સવારે સાડા ત્રણ વાગ્યે રસ્તા પર એક મહિલા બોરીમાં બાંધેલી હાલતમાં મળી આવી હતી. પૂછપરછ દરમિયાન જણાવ્યું કે 5 લોકોએ બળાત્કાર કર્યો. પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખ્યો અને પછી હાથ-પગ બાંધીને બોરીમાં ફેંકી દીધો. આ આરોપો એટલા સનસનાટીભર્યા હતા કે દિલ્હીથી લખનઉ સુધી ખળભળાટ મચી ગયો છે. સોશિયલ મીડિયા પર આ કાંડને દિલ્હીના નિર્ભયા કેસ સાથે સરખાવવામાં આવી રહ્યું છે.ચારેબાજુ UP પોલીસે 2 દિવસમાં આ કેસની તપાસ કરવાનો દાવો કર્યો છે. પોલીસે આ કેસનો ખુલાસો કર્યો છે, તે ઘટના પણ ચોંકવનારી છે. પોલીસનું કહેવું છે કે મહિલા 53 લાખ રૂપિયાની સંપત્તિનો કબજો મેળવવા માંગતી હતી, તેથી જેલમાં મોકલવાના ઈરાદાથી તેણે બીજા પક્ષ પર ગેંગરેપનો આરોપ લગાવ્યો છે. મહિલાના મિત્ર આઝાદ સહિત ગૌરવ શર્મા અને અફઝલની પોલીસે ધરપકડ કરી છે. બીજી તરફ પીડિતાના ભાઈએ પોલીસના આ ખુલાસાને ખોટો ગણાવ્યો છે

 પોલીસના જણાવ્યા અનુસાર, આઝાદે પૂછપરછમાં જણાવ્યું કે, '16 ઓક્ટોબરની રાત્રે મહિલા નર્સનું અપહરણ કરવામાં આવ્યું ન હતું. તે ભાઈની બર્થ ડે પાર્ટી બાદ ગાઝિયાબાદના નંદગ્રામથી ઓટો લઈને સીધી દિલ્હી સ્થિત જનતા ફ્લેટમાં તેના ઘરે ગઈ હતી. તેણે બાળકો તેની બહેનના ઘરે રાખ્યા હતા. બહેનને પણ આ બાબતે કંઈ જાણ ન હતી. 16,17 અને 18 ઓક્ટોબરે મહિલા તેના ઘરે અંદર બંધ રહી, જેથી કોઈને જાણ ન થાય. 18 ઓક્ટોબરે સવારે ત્રણ વાગ્યે આઝાદ, ગૌરવ અને અફઝલ મહિલાને તેના ઘરેથી લઈ ગયા. તેઓ તેને લાલ રંગની કારમાં લઈ આવ્યા અને સ્ક્રિપ્ટ મુજબ, નંદગ્રામ વિસ્તારમાં રોડના કિનારે બોરીમાં નાખીને ભાગી ગયા.'

Download Our B K News Today App



Related News