બનાસકાંઠામાં વધુ ૩ કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-31 11:15:28
  • Views : 1962
  • Modified Date : 2020-05-31 11:15:28

બનાસકાંઠામાં શનિવારે વધુ ૩ વ્યક્તિને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે બીજી તરફ નવજાત બે બાળકોની માતાઓ સાજી થતાં રજા અપાઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં શનિવારે વધુ ૩ વ્યક્ત કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના
કાંકરેજના માં ૧, ડીસાના રાજપુરમાં ગામે એક તેમજ ધાનેરાના વાસણ ગામે એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૧૦ થવા પામી છે. જ્યારે કોરોનાથી કુલ ૫ વ્યક્તિઓના મોત થયા છે. બીજી તરફ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેતા ગામના ૧ સગર્ભા માતા અને તે જ તાલુકાના વેસા ગામના ૧ સગર્ભા માતા કોવિડ બીમારીમાંથી સ્વસ્થ થતા તેઓને નવજાત શિશુઓ સાથે રજા આપવામાં આવી છે. પણ સ્વસ્થ છે. અગાઉ તબક્કાવાર ૭૪ દર્દીઓ સ્વસ્થ થતા તેઓને રજા આપવામાં આવેલ છે. ૯૨ % દર્દીઓ આ સંક્રમણમાંથી સ્વસ્થ થઇ ગયા છે.

Download Our B K News Today App



Related News