સુરતના સરથાણા વિસ્તારની મહાલક્ષ્મી સોસાયટીમાંથી ૩બાઈકની ચોરી, પોલીસની પી.સી.આર. જોઈ ચોરો સોસાયટીમાં ઘૂસી ગયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 16:45:55
  • Views : 346
  • Modified Date : 2020-10-11 16:45:55

   શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીમાં રાત્રી દરમિયાન 3 બાઈકની ચારી થતા ચકચાર મચી જવા પામી છે. ચોરી કરનાર 3 જેટલા તસ્કરો સી.સી.ટી.વીમાં કેદ થઈ જવા પામ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચોરો ત્રણ બાઈક સોસાયટીની બહાર દોરી લાવ્યા હતા. દરમિયાન પોલીસની પીસીઆર વાન નીકળી હતી. જેને જોઈને ચોરો બાઈક બહાર જ મૂકી સોસાયટીમાં ઘૂસી ગયા હતા.

  સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટીના રાત્રે તસ્કરોએ નીશાન બનાવી હતી. રાત્રે 3 જેટલા તસ્કરો ચાલતા મહાલક્ષ્મી સોસાયટીમાં ઘૂસ્યા હતા. પાર્કિંગમાંથી ત્રણ જેટલી બાઈકને દોરીને સોસાયટીની બહાર લાવ્યા હતા. ત્યારબાદ બાઈકને ડાયરેક્ટ ચાલુ કરી ફરાર થઈ ગયા હતા. સવારે જેની બાઈક ચોરી થઈ હતી તેમને જાણ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

  એક જ સોસાયટીમાંથી ત્રણ બાઈકની ચોરી કરનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. ત્રણ જેટલા તસ્કરો મોઢા પર રૂમાલ બાંધી ચોરી કરવા આવ્યા હતા. બાીક સોસાયટીની બહાર કાઢી હતી. દરમિયાન રાત્રી પેટ્રોલિંગની પોલીસની પીસીઆરવાન નીકળી હતી. જેને જોઈને તસ્કરો સોસાયટીમાં ઘૂસી ગયા હતા. જેથી પોલીસને પણ બાઈક ચોરી થઈ રહી હોવાની જાણ થઈ ન હતી. જોકે, હાલ પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News