કાંકરેજમાં વાતવરણ પલટાતા ઉંબરી ગામે ઝાડ પડતા ત્રણ ભેંસોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-20 11:38:25
  • Views : 458
  • Modified Date : 2019-09-20 11:38:25

કાંકરેજ તાલુકામાં ગઈકાલ બપોર બાદ આકાશમાં વાતાવરણ પલટાતા અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવતા ઉંબરી ગામે ઝાડ પડતા ત્રણ ભેંસોના મોત થયા હતા. ઉંબરી તલાટી બનેસિંહ સોલંકીએ જણાવ્યું હતું  કે બપોરે પછી અચાનક આવેલા વાવાઝોડામાં ત્રણ ભેંસોના મોત થયા હતા. તેમાં અંદાજિત દોઢ લાખ
રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. જ્યારે વનુભા લક્ષમણસિંહ વાઘેલાની ૨ ભેંસોની અંદાજે એક લાખ રૂપિયાનુ નુકસાન થવા પામ્યું હતું.
વાવાઝોડાના  કારણે
પીપળાનું અને લીમડાનું ઝાડ પડતા ભેંસો મૃત્યુ પામી હતી. અને બીજી ૧ ભેંસ દુદુભા રેખજી વાઘેલા રહે. ઉંબરીની ભેંસની અંદાજીત પચાસ હજારની કિંમતની ભેંસ મૃત્યુ પામી હતી. એમ ઉંબરી ગામે ત્રણ ભેંસો મોતને ભેટી હતી. ત્યારે આ પરિવાર ઉપર આભ તૂટી પડ્‌યું હતું.
ઉંબરી ગામના પ્રભાતસિંહ વાઘેલાના ઘરના પતરા ઉડયા હતા. જમણાપદર ગામે ઝાડ
પડવાથી એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હતી અને ક્યાંક ક્યાંક પતરા પણ ઉડયા હતા.

Download Our B K News Today App



Related News