તેરવાડા-સુદ્રોસણ-વરસડા ગામે વિજળી પડતાં ત્રણ ભેંસો એક પાડીનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 11:31:27
  • Views : 389
  • Modified Date : 2020-09-18 11:31:27

કાંકરેજ તાલુકામાં વરસાદે વિરામ લીધો હતો. લાંબા વિરામબાદ વાતાવરણમા અચાનક પલટો આવતાં અસહ્ય ગરમીના બફારા બાદ સાંજના છ વાગ્યા આસપાસના સુમારે ગાજવીજ સાથે વરસાદ પડતાં તેરવાડા (વડીયા) ગામના ખેડૂત ઠાકોર ખેતાજી માધુજીના ઘરના આંગણે ઉભેલી ૨ ભેંસો, સુદ્રોસણ ગામે આડેસરા જવાનજી રાજુજીની ૧ ભેંસ તેમજ વરસડા ગામે ઠાકોર નટવરજી તરસંગજીની ૧
પાડીનંુ મોત નિપજયુ  હતંુ. સાંજે આવેલા વરસાદની સાથે વિજળી પડતાં તેરવાડામાં એક જ માલિકની ૨ ગાંભણ અને સુદ્રોસણમાં ૧ અને વરસડામાં ૧ પાડીનુ મોત થયુ હતુ. કુલ ૩ ભેસો અને ૧ પાડી મરી જતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. ૩ ભેસો અને ૧ પાડીનંુ દરેક ગામના તલાટીના
પંચનામા બાદ પી.એમ.થરાના પશુ ડોકટર હસમુખભાઇ જોષીએ દ્વારા કરાયુ હતું. વધુ વરસાદને કારણે ખેડૂતને એક બાજુ પોતાનો મહામુલો પાક
પણ બળી ગયો અને આ વધારાની આફત આવી પડતાં ખેડૂતને માથે આભ ફાટી ગયુ હતુ. આમ ખેડૂતને આવા દુકાળના કપરા સમયમાં  પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

Download Our B K News Today App



Related News