ગીરના જંગલોમાં વરસાદની મજા માણતા 3 બાળ સિંહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-26 17:04:15
  • Views : 77
  • Modified Date : 2024-06-26 17:04:15

ગુજરાતભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં મેઘ મહેર થતાની સાથે જ સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. ત્યારે ગીરના જંગલોમાં વરસાદની મજા માણતા 3 બાળ સિંહ કેમેરામાં કેદ થયા છે.   આ અગાઉ જુનાગઢના મેંદરડાના મધુવંતી ડેમ નજીક સિંહના આંટાફેરા મારતા દેખાયા નજરે પડ્યા હતા.મેંદરાડાના મધુવંતી ડેમ સિંચાઇ યોજનાના રસ્તા નજીકથી વરસાદી વાતાવરણની મજા માણતા દેખાયા વનરાજા જોવા મળ્યા હતા.2 સિંહ ચાલુ વરસાદે લટાર મારી વરસાદની મજા માણતા સિંહ કેમેરામાં કેદ થયા હતા.તેમજ જૂનાગઢના દેવળિયા પાર્કમાં ઝરમર વરસાદ વચ્ચે સિંહોની ચહલકદમી જોવા મળી હતી. વરસાદની મજા માણતા હોય તેમ સિંહો મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યો છે. વરસાદની સાથે જાણે પ્રકૃતિની નજારો માણતા હોય તેમ સિંહોનો આ અનોખો અંદાજ જોવા મળ્યો હતો.

 

Download Our B K News Today App



Related News