ભર ઉનાળે ફરી ઘ્રુજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતાના ભૂંકપથી સ્થાનિકોમાં ભયનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-03 13:48:52
  • Views : 228
  • Modified Date : 2022-05-03 13:48:52


કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ

ગઢશીશાથી 14 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ


અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આંચકાનું કેન્દ્ર બિંદુ ગઢશીશાથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું.   પહેલા ગઈકાલે વહેલી સવારે ગીર સોમનાથના તલાલા ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો.તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.

 

કચ્છમાં ભૂકંપના આંચકાની ઘટના છાશવારે બની રહી છે. 

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા (18 માર્ચ 2022) કચ્છમાં 4 વાગ્યે 57 મિનિટે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ છે. દુધઇથી 8 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે કોઇ નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી. સામાન્ય આંચકાથી ઘરની દિવાલો ધ્રૂજી હતી.

ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?

- 0થી 2 રિક્ટર સ્કેલઃ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જાણી શકાય છે.
- 2
થી 2.9 રિક્ટર સ્કેલઃ  ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
- 3
થી 3.9 રિક્ટર સ્કેલઃ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
- 4
થી 4.9 રિક્ટર સ્કેલઃ ભૂકંપ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
- 5
થી 5.9 રિક્ટર સ્કેલઃ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.   
- 6
થી 6.9 રિક્ટર સ્કેલઃ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
-7
થી 7.9 રિક્ટર સ્કેલઃ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.   
- 8
થી 8.9 રિક્ટર સ્કેલઃ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
- 9
અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

કચ્છમાં વારંવાર ધરતીકંપ કેમ આવે છે?

કરોડો વર્ષ પહેલા ભારતીય ઉપખંડ પૃથ્વીના દક્ષિણ તરફના હિસ્સા ગોંડવાનાલેન્ડનો ભાગ હતો. આશરે 44 કરોડ વર્ષ પહેલા ગોંડવાનાલેન્ડમાં ભંગાણ પડ્યું હતું. ભંગાણને કારણે ભારતીય ઉપખંડ ધીમે-ધીમે ઉત્તર તરફ ખસ્યો દરમિયાન ઉપખંડના ઉત્તર તરફ પોતાનાથી અનેકગણી મોટી યુરેશિયન પ્લેટ સાથે ટકરાયો હતો. અને ઘટના દરમિયાન હિમાલય પર્વતની રચના થઈ. ભારતીય પ્લેટનો હિમાલયન કોલાઈઝનનો ઘણોખરો ભાગ કચ્છમાં છે. ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાત હિમાલયન કોલાઈઝન ઝોનમાં આવેલુ છે.  ઈન્ડિયન પ્લેટની બાઉન્ડ્રી કચ્છમાં હોવાને કારણે પ્લેટ સતત અથડામણ અનુભવે છે

જાણો ભૂકંપ કેમ આવે છે ?

આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, ધરતી ધ્રૂજવા લાગે ત્યારે, મન ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે આખરે ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે અધૂરી માહિતી હોય છે. આવામાં આજના EK Vaat Kau વીડિયોમાં સરળ ભાષામાં સમજો કે આખરે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે?

 

Download Our B K News Today App



Related News