ગુજરાત : રાજ્યની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 2938 શિક્ષકોને નિમણૂંક પત્ર આપવામાં આવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-31 15:24:37
  • Views : 205
  • Modified Date : 2021-05-31 15:24:37

    રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2938 શિક્ષકોની ભરતી કરવામાં આવશે.તમામ ઉમેદવારોને આવતીકાલે સવારે ભલામણ અને નિમણુકના આદેશો આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 5 શિક્ષકોને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નિમણુક પત્ર આપવામાં આવશે.અમદાવાદમાં પણ ગ્રામ્ય અને જીલ્લાના 145 શિક્ષકોને નિમણુક પત્ર આપવામાં આવશે.

    અમદાવાદ ગ્રામ્યના શિક્ષણાધિકારી આર.આર.વ્યાસના જણાવ્યા અનુસાર આવતીકાલે ગ્રામ્યના 89 અને શહેરના 56 એમ અમદાવાદના 145 શિક્ષકોને ભલામણ કે નિમણુક પત્ર આપવામાં આવશે. ગ્રામ્યના 100 ટકા નિમણૂંક પત્રો પર સંચાલકોએ સહી કરી છે. જેથી 100 ટકા નિમણૂંક પત્રો ઉમેદવારોને આપવામાં આવશે. જો કોઈ સંચાલક ઉમેદવારોની નિમણૂંક પર સહી ના કરે તો નિયમ અનુસાર તે શાળાને 3 વર્ષ સુધી કોઈ શિક્ષક મળે નહીં. નિમણૂંક કર્યા બાદ સ્વીકારે નહિ તો શાળા ભરતી પસંદગી સમિતિ ઉમેદવારોની ફાળવણી કરે છે તે આ અંગે નિણર્ય લેશે.

    રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી મામલે સંચાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. કારણકે ઉમેદવારોનો પરિચય મેળવ્યા વિના જ સંચાલકો પાસેથી નિમણુક પત્રો લેવામાં આવ્યા હતા. સંચાલકો પાસેથી એડવાન્સમાં જ નિમણુક પત્રો મંગાવવામાં આવ્યા હતા. કેટલાક સંચાલોકોનો આક્ષેપ છે કે DEO અને અધિકારી દ્વારા સંચાલકો પાસેથી બળજબરી પૂર્વક નિમણુક પત્રો પર સહી સિક્કા કરાવવામાં આવ્યા હતા. નિમણુક પત્ર આપવાના સંચાલકોના અધિકાર પર પણ સરકારે તરાપ મારી હોવાનો આક્ષેપ છે.

    આ વખતની ભરતી પ્રક્રિયામાં શાળા સંચાલક મંડળો જોડેથી એડવાન્સમાં નિમણૂક પત્રો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી કે કમિશનર કચેરી ના કોઈપણ પ્રકારના લેખિત આદેશ વગર મૌખિક સૂચનાથી મંગાવવામાં આવી રહ્યા છે જે બિલકુલ ગેર કાનૂની છે. દરમિયાન આણંદ જિલ્લા સંચાલક મંડળે પણ વિરોધ કરતા ફરિયાદ કરી હતી કે જે સ્કૂલોમાં શિક્ષકોની પસંદગી થઈ છે તે સ્કૂલોના સંચાલકોને પસંદગી પામેલા ઉમેદવારો અંગે કોઈ જ માહિતી અપાઈ નથી અને ઉમેદવારોના નિમણૂંક પત્રકમાં સચાલક મંડળના હોદ્દેદારોની મંજૂરી માટે તાત્કાલીક સહી કરાવવાની ફરજ પડાઈ છે.

    જ્યારે સંચાલકોના વિરોધ સામે કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ ગ્રાન્ટેડ સ્કૂલોના સંચાલકોને પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે કે કોરોનાને લીધે ઉમેદવારો-સંચાલકોને એક જગ્યાએ ભેગા કરી ન શકાય અને 7જુનથી સ્કૂલો શરૂ થતા શિક્ષકોની જરૂર પડશે.જેથી પસંદગી પામેલા શિક્ષકોને તાકીદે નિમણૂંકો આપી દેવાય તથા ઉચ્ચતરની ભતરી પ્રક્રિયા પુરી થયા બાદ જ માધ્યમિકની ભરતી શક્ય હોવાથી આગળની ભરતી ઝડપથી કરી શકવા માટે આ પ્રક્રિયા કરાઈ છે.


Download Our B K News Today App



Related News