રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૮૬ પ્રાથમિક શાળાઓને તાળા લાગ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 11:18:03
  • Views : 245
  • Modified Date : 2021-03-16 11:18:03

ભણે ગુજરાત આગળ વધે ગુજરાત જેવા સ્લોગનો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવ્યા છે. પરંતુ અનેક એવા વિસ્તારો છે જ્યાં વિદ્યાર્થીઓ શાળા અંદર જતા નથી . જેના કારણે આખરે શાળા બંધ કરવાનો વારો આવે છે.
શિક્ષણને વધુ આગળ લઈ જવા માટે નવી શાળાઓ ખોલવાને બદલે જૂની શાળાઓ બંધ કરી દેવાતા એક ચોંકાવનારો આંકડો બહાર આવ્યો છે. ભૂતકાળમાં પણ શિક્ષણને લઈને ફરિયાદો ઉઠી હતી. તેમજ અત્યારના સમયમાં  વિદ્યાર્થીઓમાં નિરસતા જાેવા મળી રહી છે.તેમજ અમુક જગ્યાએ ટ્રાન્સપોર્ટની સુવિધાના અભાવના કારણે પણ શાળાઓ ખાલી રહેતી હોય છે. વિદ્યાસભા સત્રમાં અનેક સવાલના જવાબ મળી રહ્યા છે. એક બાજુ સરકાર મફત શિક્ષણ વિષે કહી રહી છે. ત્યારે ભિલોડાના ધારાસભ્ય દ્વારા વિધાન સભા ગૃહમાં પ્રશ્ન
પૂછવામાં આવ્યો હતો. કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કેટલી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે જેના પ્રત્યુત્તરમાં શિક્ષણ મંત્રીએ જવાબ આપતા કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૨૮૬ જેટલી પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી છે. કોંગ્રેસ ધારાસભ્યના અનિલ જાેષીયરાના લેખિત પ્રશ્ન અંગે સરકારે જવાબ આપ્યો છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાના કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે. તેવો ખુલાસો પણ સરકારે પ્રશ્નોત્તરી દરમિયાન કર્યો હતો.

૫૫૯ શિક્ષકો નવરા પડી ગયા
રાજ્યમાં ૩૧-૧-૨૦૨૧ સુધીમાં ૨૮૬ શાળાઓ બંધ થતાં છેલ્લા બે વર્ષમાં ૫૫૯ જેટલા શિક્ષકો બેરોજગાર બન્યા છે. એક બાજુ સરકાર દ્વારા ટાટની પરીક્ષા લેવામાં આવે છે. જેના પરિણામો આવ્યા બાદ પણ હજી સુધી વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી નથી. ત્યારે જે શિક્ષકોની નોકરી ચાલુ  છે તે પણ હવે શાળાઓ બંધ થતાં ફાજલ પડ્યા છે.

Download Our B K News Today App



Related News