ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં 28 લોકોનાં મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-01 15:55:16
  • Views : 119
  • Modified Date : 2023-08-01 15:55:16

 ગુજરાતમાં આ વર્ષે વરસાદી સિઝનમાં ભારે વરસાદ  વરસ્યો છે. જેને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જે નુકસાનીના આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના આ સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં 28 લોકોનાં મોત થયાં છે, છેલ્લા 48 કલાકમાં બનાસકાંઠા અને ખેડા જિલ્લો વરસાદ અસરગ્રસ્ત રહ્યા છે, આ સાથે જ આ સિઝનમાં પુર-વાવાઝોડા સહિતની કુદરતી આફતના કારણે ગુજરાતમાં કુલ 158 લોકોનાં મોત થયા છે, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાની જોવા મળી છે.ગુજરાતમાં આ વરસાદી સિઝનમાં કુદરતી આફતના કારણે જે 158 લોકોનાં મોત થયા છે તેમાં કુલ 10 જિલ્લાઓ અસરગ્રસ્ત છે, 58 વ્યક્તિના પુરમાં તણાઈ જવાના કારણે મોત નોંધાયા છે, વીજળી પડવાના કારણે 41 અને જુદા જુદા કારણસર 59 લોકોનાં મોત થયાં છે. બે વ્યક્તિ ગુમ થઈ છે, જેમનો હજુ સુધી કોઈ અત્તોપત્તો નથી જ્યારે કુલ 221 વ્યક્તિને નાની મોટી ઈજા પહોંચી છે.

Download Our B K News Today App



Related News