'26એ 26 સીટ 5 લાખની લીડ સાથે....', 2024ની લોકસભા ચૂંટણીને લઇને CR પાટીલનું મોટું નિવેદન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-06 17:14:11
  • Views : 89
  • Modified Date : 2023-10-06 17:14:11

દેશમાં લોકસભાની ચૂંટણીનો રણકાર ધીમે ધીમે સંભળાઈ રહ્યો છે. જેને લઇને રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની રહી છે. જીતના દાવા સાથે તમામ પાર્ટીના કાર્યકરો આગેવાની મહેનતમાં લાગી ગયા છે. આવી સ્થિતિ વચ્ચે રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે મોટું નિવેદન આપ્યું હતું અને તેમણે લોકસભાની ચૂંટણીમાં વધુ એક વખત ભાજપનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.યુવાનો અને મહિલાઓને આપશે તક : પાટીલપ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે. તેઓએ મોરબી જિલ્લાના નાનીવાવડી ગામે ઝુલતા પુલ દુર્ઘટના મોતને ભેટેલા લોકોના મોક્ષાર્થે યોજાયેલ મોરારીબાપુની રામકથામાં હાજરી આપી હતી. વધુમાં રાજકોટમાં સી. આર. પાટીલની મુલાકાત દરમિયાન ભાજપના કાર્યકરોમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ દરમિયાન પાટીલે 2024ની લોકસભા ચૂંટણીને લઇ  કહ્યું કે 2024માં ગુજરાતની તમામ 26 બેઠક ભાજપ જીતશે. તેમણે 5 લાખથી વધુની લીડ સાથે તમામ બેઠકો જીતીશું તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં 26 બેઠકો પર યુવાનો અને મહિલાઓને તક અપાઇ તેવા પણ સંકેત આપ્યા હતા.

Download Our B K News Today App



Related News