ગાંધીનગર શહેરમાં નવા કેસો ૧૨ સાથે જિલ્લામાં ૨૬ કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-15 12:11:47
  • Views : 829
  • Modified Date : 2020-07-15 12:13:50

ગાંધીનગરમાં છેલ્લાં બે અઠવાડિયાથી ૨૫ કરતાં વધારે કોરોના પોઝિટિવ કેસો રહેવાની જળવાઈ રહેલી સ્થિતિમાં  પણ નવા ૨૬ કેસો નોંધાયાં છે. ગાંધીનગર શહેરમાં ૧૨ તેમજ ગ્રામ્યમાં નોંધાયેલાં નવાં ૧૪ કેસોમાં કલોલ ખાતે પણ નવા ૭ કેસો આવ્યાં છે.
ગાંધીનગરમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતો નથી. ત્યારે  પણ નવા ૨૬ કેસો નોંધાયાં છે. ગાંધીનગર શહેરમાં  નવા ૧૨ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. સેક્ટર ૫, ૧૩ અને જીઈબી કોલોનીમાં બે બે કેસો આવ્યાં છે. તો સેક્ટર ૧, ૨ ડી, ૨૧, ૨૭ અને ૩૦માં એક એક નવા કેસો નોંધાયાં છે.
જ્યારે ગાંધીનગર ગ્રામ્યમાં  નવા ૧૪ કેસો નોંધાતાં ફફડાટ યથાવત રહ્યો છે. ગાંધીનગર તાલુકામાં  નોંધાયેલાં નવા ૩ કેસોમાં ઝુંડાલની ૫૩ વર્ષિય મહિલા કોરોના સંક્રમિત થઈ છે. તો અડાલજ અને સુઘડમાં ૫૩ અને ૫૦ વર્ષિય પુરુષને કોરોના પોઝિટિવ આવ્યાં છે. જ્યારે માણસા શહેરમાં ૫૧ વર્ષિય પુરુષ અને લોદરામાં ૪૧ વર્ષિય સ્ત્રી અને પુરુષને કોરોના પોઝિટિવ આવ્યો છે.
કલોલમાં નવા નોંધાયેલાં ૭ કેસોમાં કલોલ શહેરમાં જ ૪
 પોઝિટિવ છે. જેમાં ૩૫, ૫૨, ૭૩ અને ૭૬ વર્ષનાં પુરૂષ કોરોના વાયરસથી સંક્રમિત થયાં છે. તો કલોલ તાલુકાનાં
રકનપુરમાં ૪૨, પાનસરમાં ૨૨ અને બોરીસનામાં ૩૫ વર્ષિય યુવાનોને કોરોના
પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬૮૮ થઈ ગઈ છે. તેમાં ૧૬૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ૪૫૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News