સુરતમાં ભાજપના 26 અને કોંગ્રેસના 11 ઉમેદવાર કરોડપતિ, એક પાસે માત્ર રૂપિયા 5 હજાર અને એક પાસે સૌથી વધુ 22.40 કરોડની મિલકત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-15 14:21:22
  • Views : 196
  • Modified Date : 2021-02-15 14:21:22

    સુરત પાલિકાની ચૂંટણીમાં ભાજપે કરોડપતિ અને મિલકતદારો પર પસંદગીનો કળશ ઢોળ્યો હોય તેવું આંકડાઓ પરથી ફલિત થઇ રહ્યું છે. ભાજપના 26 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુની સંપતિ છે. જ્યારે કોંગ્રેસમાં ગણતરીના 12 કરોડપતિ સાથે એક ઉમેદવારે પોતાની થાપણ માત્ર 5 હજાર હોવાનું જાહેર કર્યું છે. ભાજપના ઉમેદવારોમાં રૂ.1 કરોડથી વધુની સંપતિ ધરાવનાર 26 જેટલા ઉમેદવારો છે. ભાજપ પ્રથમ પાંચ ઉમેદવારોમાં દિપન દેસાઇ પાસે સૌથી વધુ 22.40 કરોડ તો કોંગ્રેસના ઉમેદવાર મહેશ વેકરિયા પાસે રૂ. 11.25 કરોડની સંપતિ છે.

    મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારો પૈકી 26 કરોડપતિ છે. ભાજપના ઉમેદવારો માટે સૌથી ધનાઢ્ય એવા ક્રેડાઇના સેક્રેટરી અને બિલ્ડર દીપન દેસાઈ છે. જેમણે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં બન્ને મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોમાંથી કોણ ચૂંટાઈને સુરત મનપા સામાન્ય સભા હોલમાં બેસે તે તો સમય જ કહેશે.

    ભાજપના ટોપ 5 પૈકીના પાંચમા ઉમેદવાર પાસે 12.39 કરોડની મિલકત છે. જ્યારે કોંગ્રેસના સૌથી વધુ સંપતિ ધરાવતા ઉમેદવાર મહેશ કેવડિયા પાસે 11.25 કરોડની સંપતિ છે. જેથી ભાજપના પાંચમા ઉમેદવાર કરતા કોંગ્રેસના પહેલા ઉમેદવાર પાસે તેના કરતા પણ ઓછી મિલકત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભાજપના 26 ઉમેદવાર પાસે એક કરોડથી વધુની સંપત્તિ છે. જ્યારે કોંગ્રેસના માત્ર 11 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ સંપત્તિ છે.ભાજપ કોંગ્રેસના 237 ઉમેદવાર પૈકી કુલ 37 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત છે. જેમાં 3 કરોડથી વધુ મિલકત ધરાવતા 19 ઉમેદવારો છે. જ્યારે 1 કરોડથી વધુ મિલકત 18 ઉમેદવાર પાસે છે. 9 ઉમેદવાર પાસે 1 કરોડથી વધુ મિલકત છે. જ્યારે 2થી 3 કરોડથી સુધીની મિલકત 9 ઉમેદવાર પાસે છે.

    પાલિકાની ચૂંટણીમાં હવે 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી ખેલાશે. પાસે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારોના ફાર્મ પરત ખેંચવા માટે આહવાન કરતા સવારથી જ સુડા ભવન ખાતે ભારે ચહલપહલ રહી હતી. મહાનગર પાલિકાના 30 વોર્ડ માટેની 120 બેઠક પર ભાજપના 120, કોંગ્રેસના 117 અને આમ આદમી પાટીના 114 ઉમેદવારે મેદાનમાં ઉતરશે. જેની સામે અપક્ષ 55 અને અન્ય પાર્ટી 78ના ઉમેદવારો પણ નસીબ અજમાવશે.

    ગત રોજ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનાની આખરી મુદત હતી. જેમાં બે કોંગ્રેસના ઉમેદવારો સહિત કુલ 15 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેચ્યા છે. વોર્ડ નં.3માંથી બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસે ચૂંટણી પહેલાજ ત્રણ બેઠકો ગુમાવી દીધી છે. આજે ચંટણીનું ચિત્ર સ્પષ્ટ થતા હવે 9 બેઠકોને બાદ કરતા બાકીની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રીપાંખિયો જંગ ખેલાશે. મનપાની ચૂંટણીમાં વોર્ડ નં.27 ડિંડોલી (દક્ષિણ)માં સૌથી વધુ 28 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 11 ઉમેદવાર અપક્ષના છે. તો બીજી તરફ વોર્ડ નં.15 કરંજ-મગોબમાં સૌથી ઓછા 12 ઉમેદવારો ચૂંટણી લડશે.


Download Our B K News Today App



Related News