બ્રહ્માકુમારીઝ આયોજીત વિશ્વની પ્રથમ ઈકો-ફ્રેન્ડલી હાફ મેરેથાનેમાં વિશ્વના ૨૫૦૦ દોડવીરોએ ભાગ લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-22 12:11:18
  • Views : 509
  • Modified Date : 2019-08-22 12:11:18

આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ
સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના પૂર્વ વડા ડો. દાદી પ્રકાશ મણીજીની ૧૨મી પૂણ્યતિથી નિમિત્તે આબુ તળેટી શાંતિવનથી માં- આબુ ઓમશાંતિ ભવનની ૨૧ કિ.મી.ની ભવ્ય હાફ મેરેથોન યોજાઈ જેમાં ૨૫૦૦ વિશ્વના દોડવીરોએ ભાગ લીધેલ.
બ્રહ્માકુમારીઝના શશીકાન્ત ત્રિવેદીના (મીડિયા)
જણાવ્યાનુસાર વિશ્વમાં પ્રથમ શાંતિ-સદ્‌ભાવ અને ભાતૃ  ભાવના હેતુ યોજાયેલ
હાફ-મેરેથોનમાં વિશ્વભરના અને વિશેષ ભારતના ૮ વર્ષથી ૮૦ વર્ષ સુધીના બાળ, યુવા, વૃધ્ધ મહિલા અને પુરૂષોએ ઉત્સાહભેર ભાગ લીધો, બ્રહ્માકુમારીઝના આબુ તળેટી Âસ્થત મનમોહિનીનગરથી સવારે ૬ કલાકે સંસ્થાના સેક્રેટરી મૃત્યુંજયભાઈ ગુજરાતી અભિનેત્રી પલ્લવી પાટીલ, દાદી રતનમોહિનીજીએ હરી ઝંડી બતાવી ૨૫૦૦ દોડવીરોને માં આબુની ૨૧ કિ.મી. દોડ માટે રાજ્યોગા બાદ પ્રસ્થાન કરાવેલ. 
જમીનથી
આસમાનની  ઉંચાઈ સુધી પ્રાકૃતિક સૌદર્ય અને ઝરણાઓ વચ્ચે કુદરતના સાનિધ્યમાં દોડવીરોની ઉર્જાને હજારો માનવ મેદનીએ વધાવેલ.
મા. આબુના ઓમ શાંતિ ભવન ખાતે કેન્યા દેશનો રમતવીર એરેડા બેશહુ ૧ કલાક ૧૯ મિનીટ ૪૮ સેંકન્ડમાં પહોંચતા પ્રથમ સ્થાને આવેલ. જયારે કેન્યાના જીનેક એડેકે દ્વિતિય અને યુપીની મહિલા અર્પિયા સૈની મહિલા પ્રભાગમાં પ્રથમ આવેલ અન્ય ભારતીય દોડવીરોએ બાકીના પ્રાઈઝ મેળવેલ સીનિયર સિટિઝનમાં દિલ્હીના ૮૦ વર્ષીય રામ ગોપાલે ૩ કલાકમાં મા. આબુ સર કરી જનમેદનીના આકર્ષણના કેન્દ્ર બનેલ અને પ્રથમ આવેલ.

Download Our B K News Today App



Related News