ગાંધીનગર ગ્રામ્યમાં ૩૩ કોરોના પોઝિટિવ કેસો સાથે ૨૫૦ એક્ટીવ દર્દીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 10:40:36
  • Views : 277
  • Modified Date : 2020-12-14 10:40:36

ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં નવા ૩૩ કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે.  ગાંધીનગર તાલુકામાં ૧૫ તેમજ માણસામાં ૭  અને કલોલમાં ૬ કેસો નોંધાયાં છે.
ગાંધીનગર ગ્રામ્યમાં રવિવારે નોંધાયેલાં ૩૩ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં ૧૫ કેસો નોંધાયાં છે. જેમાં
પેથાપુરમાં ૪ તેમજ મીલેટ્રી સ્ટેશન આલમપુર અને મગોડી લાટમાં નવાં ૨ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. આ ઉપરાંત સીઆરપીએફ લેકાંવાડા, ડભોડા, લવારપુર, મોટા ચીલોડા, રાંધેજા, પીપળજ અને ઉનાવામાં નવા એક એક કેસો નોંધાયાં છે. દહેગામ તાલુકામાં નવા ૫ કેસો નોંધાયાં છે. જેમાં દહેગામ શહેર, બારીયા, શિયાવાડા, ચીસકારી અને વાસણા ચૌધરીમાં એક એક કેસો નોંધાયાં છે.
રવિવારે માણસા તાલુકાનાં દેલવાડામાં ૨ કેસો સાથે કુલ ૭ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. જ્યારે માણસા શહેર, આજાેલ, ધમેડા, પુનધ્રા અને ચડાસણાંમાં એક એક કેસ નોંધાયો છે. જ્યારે કલોલ તાલુકામાં પણ  ૬ નવા કેસો નોંધાયાં છે. જેમાં કલોલ શહેરમાં ૩ તેમજ બોરીસણાં,
પાનસર અને સોજામાં એક એક કેસો નોંધાયાં છે.  આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા વધીને ૨૫૦ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્યમાં  ૧૭ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૩૨૧૬ને રજા આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News