ત્રણસો પિસ્તાલીસ વર્ષ જૂની પરંપરા ચાલી રહી છે ત્યારે કોરોનાને લઈને ડીસામાં રસ-રોટલીની પરંપરા ૨૫ મહિલાઓએ નિભાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 11:27:52
  • Views : 366
  • Modified Date : 2020-12-17 11:27:52

ઉનાળામાં આવતો કેરીનો રસ શિયાળામાં અત્યારે ડીસામાં જાેવા મળી રહ્યો છે. ડીસામાં વસતા  મોદી સમાજના કુળદેવી બહુચર માતા છે. ત્યારે વિક્રમ સંવત ૧૭૩૨ની માગશર સુદ બીજના દિવસે અમદાવાદના નવાપુરા સ્થિત માતાજીનાં ભક્ત એવા વલ્લભ ભટ્ટને માતાજી પ્રસન્ન થયા થઈ દર્શન આપ્યા હતા. અને માતાજીએ વલ્લભ ભટ્ટને ગામ જમાડવાનો હુકમ કર્યો હતો. જમણવારમાં કેરીનો રસ અને રોટલી
પીરસવાનું કહ્યું હતું. ત્યારે માગશર માહિનામાં કેરી તો મળી ન શકે. પરંતુ તેમ છતાં વલ્લભ ભટ્ટે ગામ જમણવારની તૈયારીઓ પૂરી કરી. જ્યારે ગામના લોકોને જમણ
આપવાનો સમય થયો ત્યારે વલ્લભ ભટ્ટના ઘરે રહેલા પાત્રો ચમત્કારિક રીતે કેરીનાં રસથી ભરાઈ ગયા હતા. જેને લઈને આજે ૩૪૫ વર્ષ જૂની પરંપરાને ટકાવી રાખવા માટે છેલ્લા કેટલાક વર્ષથી ડીસામાં પણ માગશર સુદ બીજના દિવસે કેરીના રસ- રોટલીના પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. તેમાં ડીસા શહેરમાં વસતા મોદી સમાજના અંદાજિત ૫૦૦૦ હજારથી વધુ લોકો જાેડાઈ કેરીનાં રસનો સ્વાદ માણે છે.
પરંતુ ચાલુ સાલે કોરોના મહામારીના કારણે આ
પરંપરાને મોકૂફ રાખવામાં આવતા  બુધવારે મોદી સમાજના ૨૫ જેટલી મહિલાઓ એકત્ર થઈ વર્ષો જૂની પરંપરાની ઉજવણી કરી હતી.
હાલમાં કોરોનાવાયરસની મહામારીના કારણે બનાસકાંઠા જિલ્લામાં સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને સૌથી વધુ કોરોનાવાયરસના કેસ ડીસા શહેરમાં જાેવા મળી રહ્યા છે. જેથી ડીસામાં સંક્રમણ ન વધે તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ હિન્દૂ ધર્મના લોકો ઉજવણી કરી રહ્યા છે. જેથી મોદી સમાજ દ્વારા ઉજવાયેલ રસ રોટલી કાર્યક્રમમાં મહિલાઓ દ્વારા કોરોના મહામારીના કારણે સોસીયલ ડિસ્ટન્ટ જાળવી પ્રસાદ લીધો હતો.તેમજ દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લેતા હોય છે.તે પણ મોકુફ રાખ્યો હતો.

Download Our B K News Today App



Related News