છેલ્લા ઘણા સમયથી વિવાદોથી ઘેરાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ૧૮ બગીચા માટે ૨૫ કરોડના ૩ ટેન્ડરો પાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-30 12:02:47
  • Views : 435
  • Modified Date : 2020-08-30 12:02:47

ગાંધીનગર કોર્પોરેશનમાં વિવાદિત બનેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગતરોજ મળી હતી. જેમાં ડેપ્યુટી કમિશનર જીતેન્દ્ર અગ્રવાલ હાજર રહ્યા હતા. વિવાદોથી ઘેરાયેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ઘી કેળા મળતા તમામ ટેન્ડરોને લીલી ઝંડી આપવામાં આવી છે.
કરોડો રૂપિયાના ખર્ચે બગીચાનું નવીનીકરણ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે બાકી વધેલા કોર્પોરેટરોના સગા વાલાના રહી જતા હતા તે ટેન્ડરો આ સમિતિમાં પાસ કરવામાં આવ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. કમિશનર સતત ગેરહાજર રહેતા સ્ટેન્ડિંગ કમિટીએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી કમિશનર મિટિંગમાં હાજર નહીં રહે ત્યાં સુધી આગામી બેઠક યોજવામાં નહીં આવે.
પરંતુ સ્ટેન્ડીંગ કમિટી હાથમાં પાણી લઈને ર્નિણય કર્યો હતો તે જ પાણીને સ્ટેન્ડીંગ કમિટી ઘોળીને પી ગઈ હતી અને વિકાસના કામો અટકે છે તેમ કહી પછી બેઠક બોલવાનું નક્કી કર્યું હતું.
સ્ટેન્ડીંગમાં મ્યુનિસિપલ કાઉન્સિલરની ગ્રાન્ટમાંથી ટ્રી ગાડની ખરીદીની મર્યાદા ૩૦૦થી વધારી ૬૦૦ કરવામાં આવી છે.તેમજ મુક્તિધામમાં અગ્નિસંસ્કાર માટે લાકડા પુરા પાડવા અંગેનું ટેન્ડર પણ મંજૂર કરવામાં આવ્યું છે. સાથે સાથે રમત-ગમતના સાધનોની ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તેની અંદર અમુક માહિતી ખોટી નીકળતા તે ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું અને
ડિપોઝિટ જપ્ત કરવામાં આવી હતી. ફાયર વિભાગના ૪૨ મીટર હાઇડ્રોલિક પ્લેટફોર્મ રિપેરિંગની કામગીરી અંગેનું ટેન્ડરને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. ગાંધીનગરમાં ૧૮ બગીચા બનાવવા માટે ત્રણ ટેન્ડર પાસ કરવામાં આવ્યા છે. જેની રકમ ૨૫ કરોડ જેટલી થાય છે. જોકે આવી મહામારીમાં બગીચા પાછળ ૨૫ કરોડ રૂપિયા ખર્ચો કર્યા વગર આરોગ્ય પાછળ ખર્ચાય તેવી ચર્ચા મહાનગરપાલિકામાં થઈ રહી હતી.

Download Our B K News Today App



Related News