25 ડિસેમ્બરથી કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-21 18:06:40
  • Views : 365
  • Modified Date : 2019-12-21 18:06:40

આગામી 25 થી 31 ડિસેમ્બર સુધી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ શરૂ થઈ રહ્યો છે. જેની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી 7 દિવસ સુધી કાંકરિયા ખાતે અલગ-અલગ સ્ટેજ ખાતે રંગારંગ કાર્યક્રમો યોજાશે. જેમાં શહેરના 900 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ  કરવામાં આવશે.જેમાં કલાકારો લોકોનું મનોરંજન સાથે કાંકરિયા કાર્નિવલમાં લેસર શો, હોર્સ શો, ડોગ શો, ડ્રામા પરફોર્મન્સ, હાસ્ય દરબાર, ડિઝની કેરેકટર્સ, લોકનૃત્યો, સાંસ્કૃતિક કાર્યક્રમો, તબલા પરફોર્મન્સ, માઉથ ઓર્ગન્સ પરફોર્મન્સ, યોગા, પપેટ શો અને લોક ભવાઈ જેવા મુખ્ય આકર્ષણો હશે. ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, ઓશમાન મીર જેવા ગાયકો અને સાંઈરામ દવે જેવા કલાકારો લોકોનું મનોરંજન કરશે.આમ આ પ્રસંગે વિકાસ કામોનું પણ લોકાર્પણ કરવામાં આવશે.જેમાં મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે સાત દિવસ ચાલનાર કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના 900 કરોડના જુદા જુદા વિકાસના કામોનું ખાતે મુહર્ત કરવામાં આવશે. 8 ડ્રેનેજ અને 6 હાઉસિંગ પ્રોજેકટના કામો છે. કાર્નિવલમાં સવારમાં પ્રભાતિયાથી લઇ સાંજે રંગારંગ કાર્યક્રમો કરવાં આવે છે.

Download Our B K News Today App



Related News