પ્રેમિકાએ દગો આપતા હાર્ટબ્રેક ઈન્શ્યોરન્સ ફંડ હેઠળ 25,000 મળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-23 11:03:03
  • Views : 111
  • Modified Date : 2023-03-23 11:03:03

બજારમાં એક નવી પ્રકારની પોલિસી આવી હોવાનું બહાર આવ્યું છે. હાર્ટ બ્રેક થવાની સાથે વીમા કવચ મળે તેવું સાંભળ્યું નહિં હોય. જોકે, આ નાણાંકીય લાભથી તમને બ્રેકઅપનો ફટકો ઓછી અસર કરશે. જો તમારું લવ પાર્ટનર તમને ચીટ કરે અથવા લવ રિલેશનમાં કોઈ સમસ્યા આવે તો તમારું હાર્ટબ્રેક થાય છે, તો તે પરિસ્થિતિને વીમા હેઠળ કવર કરવામાં આવે છે. આ વીમો એટલા માટે આપવામાં આવે છે કે, જો તમે તમારા પાર્ટનરથી અલગ થઈ જાવ તો પણ તમને થોડી આશા રહે છે. એક વ્યક્તિએ આ પોલિસી હેઠળ આર્થિક લાભ મેળવ્યો છે અને બાબતને ઓનલાઈન શેર કરી છે.
પ્રતિક આર્યને દાવો કર્યો છે કે, તેની પ્રેમિકાએ તેને દગો આપતા તેને 25,000 રૂપિયા મળ્યા છે. તેઓના રિલેશનની શરૂઆતમાં તેમણે જોઈન્ટ એકાઉન્ટમાં સેવિંગ કરવાનું વિચાર્યું હતું. દર મહિને 500 રૂપિયા એકાઉન્ટમાં ભરવામાં આવતા હતા. બંનેએ નક્કી કર્યું હતું કે, જેની સાથે દગો કરવામાં આવશે, તે વ્યક્તિના ખાતામાં આ પૈસા જમા કરાવવામાં આવશે.
પ્રતિક આર્યન જણાવે છે કે, મારી ગર્લફ્રેન્ડે મને દગો આપતા મને 25,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. અમારા રિલેશનની શરૂઆત થતા જોઈન્ટ એકાઉન્ટમાં 500 રૂપિયા જમા કરાવવાનું નક્કી કર્યું હતું. અમે નિર્ણય લીધો કે, જેને પણ દગો આપવામાં આવશે, તે વ્યક્તિ તમામ પૈસા લઈને જતો રહેશે. આ એક હાર્ટબ્રેક ઈન્શ્યોરન્સ ફંડ છે.
ટ્વિટર આ પ્રકારની પોસ્ટ કરવામાં આવતા સોશિયલ મીડિયા યૂઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘મને નથી ખબર હાલમાં તમને કેવું લાગી રહ્યું છે? જો તમને સારું લાગી રહ્યું છે, તો તેના માટે ખૂભ ખૂભ શુભકામનાઓ અને જો તમને ખરાબ લાગી રહ્યું છે તો તેના માટે માફ કરજો.’
અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘હું રોકાણ કરવા માટે વિચારી રહ્યો હતો, મને એવું લાગી રહ્યું છે કે, આ પોલિસીમાં સૌથી વધુ રિટર્ન છે. કોઈ મારી સાથો કોલાબોરેશન માટે તૈયાર છે?’ અન્ય સોશિયલ મીડિયા યૂઝર જણાવે છે કે, અત્યાર સુધીની આ સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે. બીજી તરફ એવી કમેન્ટ કરવામાં આવી રહી છે કે, ‘ભાઈએ 4 વર્ષના રિલેશનને 25,000 રૂપિયામાં વેચી દીધું.

આ વાયરલ સ્ટોરીને માઈક્રો બ્લોગિંગ સાઈટ પર સાત લાખ કરતા વધુ વાર જોવામાં આવી છે અને અગિયાર હજારથી વધુ લાઈક્સ મળી છે. આ ટ્વિટર યૂઝરે તેની પ્રેમિકાની ઓળખાણ જાહેર કરી નથી. એક યૂઝરે સવાલ પૂછ્યો હતો કે, તેઓ આ પૈસાનું શું કરશે? તેઓ જણાવે છે કે, આ પૈસાને બીજા સારા રિલેશનમાં રોકશે.

Download Our B K News Today App



Related News