માનસિક સમસ્યાઓથી પીડાતા 25000 લોકોની રાજકોટમાં લોકડાઉનમાં સલાહ આપવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 13:12:34
  • Views : 233
  • Modified Date : 2021-03-19 13:12:34

    રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલા સાયકોલોજીકલ ઇન્ટરવેશન સેન્ટરમાં ફોનની રિંગ વાગે છે અને ‘હેલ્લો આપ સહાય કેન્દ્રમાંથી બોલો છો? મારે 5 કિલો ખાંડ, 5 કિલો ચોળી, દાળ, મરચું, તેલ જોઈએ છે જલ્દી મોકલજો. માવો ન મળતા ચેન પડતું નથી, પતિને દારૂની ટેવ છે હાલ કંઇ મળતું ન હોવાથી સેનિટાઇઝર અને કફ સીરપ ભેગું કરી પીવે છે’. સહિતની માનસિક સમસ્યાઓ લોકો જણાવતા હતા. લોકડાઉન અને ત્યારબાદ ચિંતા, ડીપ્રેશન, આત્મહત્યાવૃતિ, એકલતા, તણાવ, મૃત્યુભય, ફોબિયા, આક્રમકતા સહિતની માનસિક સમસ્યાઓ સાથે 25 હજારથી વધુ ફોન કરી મદદ માગી હતી

    135નો માવો નહીં મળે તો ચેન નહી પડે. તમે ગમે તે કરો મને માવાની ગોઠવણ કરી આપો. હું તેનાથી જ માનસિક મજબૂત થઈ જઈશ. મારા પતિને દારૂ પીવાની ટેવ છે, પણ હાલમાં જ્યારે એને કંઈ મળતું નથી તો તે સેનેટાઈઝર અને કફ સીરપ ભેગું કરીને પીવે છે. કોઈનું કંઈ માનતા નથી તમેમારી મદદ કરો.હું નર્સ તરીકે અત્યારે કામ કરી રહી છું. સતત કોવિડની ફરજ હોવાના કારણે હું ઘરે જઈ શકતી નથી. પણ જ્યારે ઘરે જાવ ત્યારે પાડોશીઓ ખૂબ ખુશ થાય અને કોરોના વોરિયર્સ તરીકે બિરદાવે પણ સાસુ અને પતિ શંકા અને મહેણા મારે. મારે શું કરવું? નોકરી મૂકી દેવી કે શરુ રાખવી? કંઈ સમજાતું નથી.મારા ભાભી અને મમ્મી સતત મારા નાના ભત્રીજાને ગરમ પાણીથી નવડાવે છે કેમ કે એને કોરોનાની બહુ બીક છે. મને બીક લાગે છે કે મારા ભત્રીજાને કંઈ થઈ ન જાય.મારા પપ્પા સતત અમને કોરોનાથી બચવા ઉકાળા પીવડાવ્યા કરે છે. આ ઉકાળાથી મને શરીરમાં બહુ તકલીફ થાય છે પણ એ સમજવા જ તૈયાર નથી.

    લોકોની કંઈ રીતે સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે કરવામાં આવતું તે અંગે અધ્યક્ષ જણાવે છે કે, કાઉન્સેલિંગમાં સૌથી જરૂરી પણ સૌથી અઘરું કામ એ લોકોની સમસ્યાઓ જાણવાનું હોય છે. એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં વ્યક્તિઓનો સામેથી સંપર્ક કરી તેની દરેક પ્રકારની માહિતી મેળવવામાં આવતી. જેમ કે તેમને કોઈ શારીરિક બીમારી છે?, કોઈ પ્રકારની દવા લે છે?, રાત્રે ઊંઘ આવી જાય છે?, કેવા પ્રકારના વિચારો અને આવેગો અનુભવે છે? વિવિધ પ્રકારના પ્રશ્નોનું એક ફોર્મ તૈયાર કરી રાજકોટ કલેક્ટર ઓફિસ થકી સંપર્ક સાધવામાં આવતો હતો.

​​​​​​​    રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલા સાયકોલોજીકલ ઇન્ટરવેશન સેન્ટરમાં 13 હજાર હોમ ક્વોરન્ટીન અને કોરોનાના દર્દીઓને સલાહ આપવામાં આવી હતી. 450થી વધુ વિદ્યાર્થીઓ અને અન્ય રાજ્યમાંથી રાજકોટ આવવાની સમસ્યાઓ ધરાવનાર, 9800 સ્વાસ્થ્ય કર્મીઓ, સ્ટાફ, આમ આશરે 25,630થી વધુ લોકોને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શનમાં માનસિક સધિયારો આપવામાં આવ્યો હતો.

    આ પ્રવૃતિને આગળ વધારતા યુનિવર્સિટીમાં સેન્ટર કાર્યરત કરાયું હતું. જેમા વિવિધ ભવનના તેમજ કોલેજના વિદ્યાર્થીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સામેથી પણ બહુ લોકોએ પોતાની વેદના અને વ્યથાઓ ઠાલવી. મનોવિજ્ઞાન ભવનમાં સવારે 10થી 12 અને સાંજે 4થી 6 રૂબરૂ સલાહ માટે લોકો આવે છે. તેમજ ભવનના નંબર પર ટેલિફોનિક કાઉન્સેલિંગ કરવામા આવી રહ્યું હોવાનું મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષે જણાવ્યું છે. આ કેન્દ્રના મુખ્ય સલાહકાર તરીકે મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને તેમના માર્ગદર્શન નીચે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો ડો. ધારા દોશી, ડો. ડીમ્પલ રામાણી, ડો. હસમુખ ચાવડા, ભવનના વિદ્યાર્થીઓ સેવા પૂરી પાડતા હતા. આ પ્રવૃતિથી પ્રેરાય બોટાદ, વડોદરા સહિત અન્ય શહેરોમાં કાઉન્સેલિંગ સેન્ટર શરુ કરવામાં આવ્યા હતાં.


Download Our B K News Today App



Related News