સુરતમાં 9 મહિનાથી બેકાર 24 વર્ષીય યુવકે ગળેફાંસો ખાધો, પરિવારનો એકનો એક દીકરો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-02 12:00:36
  • Views : 296
  • Modified Date : 2021-01-02 12:00:36

    સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં 9 મહિનાથી બેકાર એક 24 વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતી. આપઘાત કરનાર ધર્મેશ યેશપલે 2 દિવસ પહેલા જ ગામ રાયગઢથી સુરત આવ્યો હતો. એકના એક દીકરાના મોતના સમાચાર સાંભળી માતા-પિતા શોકમાં ગરકાવ થઈ ગયા છે. દીકરાના હાલચાલ પૂછવા ગામથી ફોન કરતા પિતાનો ફોન નહિ ઉપાડતા મિત્રોને જાણ કરાયા બાદ ધર્મેશ ઘરમાંથી લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

    ઈશ્વરભાઈ યેશપલે (મૃતકના પિતા) એ જણાવ્યું હતું કે, તેઓ બોમ્બે માર્કેટમાં નોકરી કરતા હતા. જોકે, લોકડાઉન બાદ નોકરી છૂટી જતા તેઓ ગામ રાયગઢ ચાલી ગયા હતા. દીકરો પણ ત્યાં જ હતો. બે દિવસ પહેલા જ સુરત આવવા માટે જીદ કરી રૂપિયા માગ્યા હતા. 2000 માગ્યા તો મેં 2700 આપ્યા હતા. ત્યારબાદ એક બે વાર ફોન પર વાત થઈ હતી. જોકે શુક્રવારે ફોન નહિ ઉચકતા આશ્ચર્ય થયો હતો એટલે મેં સુરત રહેતી દીકરીને જાણ કરી ભાઈનો સંપર્ક કરવા કહ્યું હતું. દીકરીએ ત્યારે કહ્યું હતું કે, પપ્પા ચિંતા ન કરો બપોરે જમીને સૂઈ ગયો હશે, સાંજે હું ફોન કરીશ.

    વધુમાં ઉમેર્યું હતું કે, સાંજે જ્યારે દીકરીએ કહ્યું, પપ્પા મારો ફોન પણ નથી ઉપાડતો એટલે મારું હૃદય ધ્રુજી ગયું હતું. મેં તરત તેના મિત્રોને ઘરે તપાસ કરવા મોકલ્યા ત્યારે ખબર પડી કે, દીકરાની ગાડી ઘર બહાર છે. ચપ્પલ છે બેડ રૂમની લાઈટ ચાલુ હતી અને અંદર મારો દીકરો પંખા સાથે દુપટ્ટો બાંધી લટકતો હતો આ વાત જાણીને અમે શોકમાં મુકાઈ ગયા હતા.વધુમાં જણાવ્યું હતું કે, પરિવારનો એકનો એખ દીકરો હતો. મારો દીકરો જિદ્દી હતો. વર્ષ 2014માં પણ અભ્યાસ દરમિયાન શાળાના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લાખો રૂપિયા ખર્ચી એને બચાવી લીધો હતો. આજે એકનો એક દીકરો ગુમાવી દીધો ખબર નહિ એને સુ જોઈતું હતું. આપઘાત પાછળનું કારણ પણ ખબર નથી. મોબાઈલ પણ પોલીસે જપ્ત કરી લીધો છે. જહાંગીરપુરા પોલીસ તપાસ કરી રહી છે.


Download Our B K News Today App



Related News