પાલનપુર અને ડીસા કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બનાસકાંઠામાં ૨૪ કલાકમાં ચારના મૃત્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-19 11:21:30
  • Views : 1071
  • Modified Date : 2020-07-19 11:21:30

બનાસકાંઠામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રોજ નવા ૧૫ થી ૨૫ જેટલા નવા કોરોના
પોઝિટિવ દર્દીઓ નોંધાઇ રહ્યા છે. અને અત્યાર સુધી કોરોના
પોઝિટિવ દર્દીઓનો આંક ૫૧૧ પર પહોંચવા આવ્યો છે. સાથે સાથે કોરોના પોઝિટિવ દર્દીઓનો મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેમાં શનિવારે ડીસાની ભણસાલી કોવિડ હોસ્પિટલમાં અઠવાડિયા અગાઉ સારવાર માટે દાખલ થયેલા દર્દીનું.  કોરોનાના કારણે મોત નીપજ્યું છે. આ સિવાય થરાદના એક દર્દીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા તેઓને પાલનપુર ની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું  સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે આ સિવાય પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં બે શંકાસ્પદ કોરોના પોઝિટિવ દર્દીઓના પણ મોત થયા છે. જિલ્લાની કોવિડ
હોસ્પિટલમાં કુલ ચાર લોકોના મોત થયા છે. તે સાથે જ જીલ્લાની અંદર કોરોના પોઝિટિવ દર્દીઓનો મોતનો આંક ૩૧ થયો છે. જિલ્લામાં રોજેરોજ વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે હવે આરોગ્ય વિભાગે
પણ કમર કસી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે ૩૪ ધન્વંતરી રથ દ્વારા લોકોના ઘરે ઘરે જઈ હાઈ રિસ્કમાં આવતા તેમજ ડાયાબિટીસ અને બીપીના દર્દીઓની સઘન ચકાસણી થઇ રહી છે. આ સિવાય બનાસ મેડિકલ કોલેજ દ્વારા પણ ૧૫૦૦ વોલેન્ટીયર્સ ગ્રામીણ વિસ્તારમાં ફરી બીમાર અને શંકાસ્પદ લોકોની તપાસ કરી કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

કેસ વધતાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું,શહેરની સોસાયટીના પ્રમુખો સાથે બેઠક
બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ કોરોનાવાયરસ ના કેસો ડીસા અને
પાલનપુરમાં જોવા મળી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી ૫૧૧  કોરોનાવાયરસ ના કેસો સામે આવ્યા છે. કોરોના વાયરસની આ મહામારીમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે હાલમાં સતત વધી રહેલા કોરોનાવાયરસના કેસોને અટકાવવા માટે ડીસા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા શહેરની તમામ સોસાયટીઓના પ્રમુખની એક મિટિંગનું આયોજન લાયન્સ કલબ ખાતે કરવામાં આવ્યું હતું. કમિટીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે, ડીસા શહેરી વિસ્તારમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોને કેવી રીતે અટકાવવા. તે માટે ડીસા આરોગ્ય વિભાગના ડો. જીગ્નેશ હરિયાણી દ્વારા સોસાયટીના પ્રમુખોને સલાહ સુચના આપવામાં આવી હતી. ખાસ કરીને બહારથી આવતા લોકોને સોસાયટી માં પ્રવેશ આપવો નહીં, ૬૦ વર્ષ ઉપરના લોકોએ ઘરમાં જ રહેવું, નાના બાળકોને પણ ઘરની બહાર નીકળવા દેવા, ૩ ટાઈમ ગરમ ઉકાળાનું સેવન કરવું, તેમજ આયુર્વેદિક ગોળીનું સેવન કરવું જેવી બાબતો પર સલાહ આપવામાં આવી હતી.

આબુરોડમાં પીપીઇ કીટ, મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા સંક્રમણનો ભય
સમગ્ર વિશ્વ  કોવિડ -૧૯ સામે ઝઝૂમી રહ્યું છે. દરેક દેશ તેમના સ્તરે મહામારી રોકવા પ્રયાસ કરી રહ્યો છે. ત્યારે આબુરોડમાં  મહામારી ફેલાય તેવી રીતે પીપીઇ કીટ અને મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખીને સંક્રમણ ફેલાય તેવી રીતે નાખવામાં આવતા બેદરકારી સામે આવી છે. જેની ઉપર હજી સુધી તંત્રનું ધ્યાન ગયું નથી.
શહેરના મધ્યમાં ઘણી ખાનગી હોસ્પિટલો આવેલી છે. જોકે કોવિડ-૯ની સારવાર દરમિયાન ઉપયોગમાં લેવાયેલી પીપીઇ કીટ, ઇન્જેક્શન, હાથના  મોજા, માસ્ક સહિતનો મેડિકલ વેસ્ટ ઇસ્લામિયા સ્કુલ પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં નાખવામાં આવ્યો છે. જેના કારણે સંક્રમણ ફેલાવવાનો ખતરો રહેલો છે. જ્યારે સફાઈકર્મી કચરાપેટીમાં કચરો ભરે ત્યારે સંક્રમિત થઈ શકે છે.આ અંગે પાલિકા ને જાણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

Download Our B K News Today App



Related News