ગાંધીનગરમાં હવે ૨૪ કલાક પીવાનું પાણી મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-27 11:22:17
  • Views : 350
  • Modified Date : 2020-02-27 11:22:17

ગુજરાત વિધાનસભામાં  નાણાં મંત્રી નિતીન પટેલે રજૂ કરેલાં બજેટમાં ગાંધીનગર માટે પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં ગાંધીનગરના નાગરિકોને હવે ૨૪ કલાક પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક પીવાનું પાણી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે કુલ રૂપિયા ૨૪૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. એક તરફ પાટનગર યોજના વિભાગ તેમજ મહાનગરપાલિકા દ્વારા પાણી માટે બિલ લાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. ત્યારે આ ૨૪ કલાક પાણીની જાહેરાતથી વિવાદ સર્જાશે. આ ઉપરાંત રાજયના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે બજેટમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા સીએચસીને અપગ્રેડ કરીને જિલ્લા કક્ષાની હોસ્પિટલ તરીકે વિકસાવાશે. જ્યારે ગાંધીનગર નજીક ટેકનોલોજીકલ યુનિવર્સિટી, લેકાવાડા ખાતે વિવિધ ભવનોના બાંધકામ માટે રૂપિયા ૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News