ગાંધીનગર ગ્રામ્યમાં ૧૩, શહેરમાં ૧૧ સાથે જીલ્લામાં ૨૪ કોરોના પોઝીટીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-30 11:53:31
  • Views : 290
  • Modified Date : 2020-12-30 11:53:31

ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં  માત્ર ૧૩ કોરોના પોઝિટિવ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૬ કેસો નોંધાય છે. જ્યારે ગાંધીનગર શહેરમાં ૧૧ નવા કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવનાં ૨૪ કેસો નોંધાયા છે.
ગાંધીનગર ગ્રામ્યમાં  નોંધાયેલાં ૧૩ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૬ કેસો નોંધાયાં છે.   કુડાસણમાં નવા ૨ કેસો નોંધાયા છે. આ ઉપરાંત વાવૉલ, રાંધેજા, ધણપ અને મગોડીમાં નવાં એક એક કેસો નોંધાયા છે. જ્યારે દહેગામ તાલુકામાં ઉમેદપુરામાં એક કેસ નોંધાયો છે.
માણસા તાલુકામાં
પરબતપુરા, ખડાત, લોદરા અને માણેકપુરમાં નવા એક એક કેસો નોંધાયા છે. કલોલ તાલુકામાં મોખાસણ તેમજ કલોલ શહેરમાં એક એક કેસ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ઘટીને ૧૧૩ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ૯ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૩૬૬૪ દર્દીઓને રજા આપવામાં આવી છે. ગાંધીનગર શહેરમા  નવા ૧૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જેમાં ૨૩માં ૨ કેસો નોંધાયા છે. જ્યારે સેક્ટર ૧, ૨, ૫, ૬, ૭, ૧૨, ૧૩, ૧૬, ૨૬ અને ૨૭માં નવા એક એક કેસો નોંધાયા છે. જ્યારે ગાંધીનગર શહેરમાં ૧૪ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News