24 કલાકમાં 24,845 નવા કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 15,817 કેસ સામે આવ્યા, ત્યાર બાદ કેરળ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેસ નોંધાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 10:42:08
  • Views : 247
  • Modified Date : 2021-03-13 10:42:08

    દેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા દરરોજ વધી રહી છે. શુક્રવારે 24,845 નવા કેસ નોંધાયા, 19,972 સાજા થયા અને 140 મૃત્યુ પામ્યા. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર હેઠળ છે તેવા દર્દીઓની સંખ્યામાં 4,730નો વધારો થયો છે. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 15,817 કેસ સામે આવ્યા છે. ત્યાર બાદ કેરળ, પંજાબ, ગુજરાત અને મધ્યપ્રદેશ રહ્યાં.

    અત્યારસુધીમાં દેશમાં 1.13 કરોડ લોકોને કોરોનાથી સંક્રમણ લાગી ચૂક્યું છે, તેમાંથી 1.09 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, 1.58 લાખ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 1.99 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.ફિલ્મ-અભિનેતા મનોજ બાજપેયીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યારે તે સેલ્ફ ક્વોરન્ટીન છે.કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે અને તેમની પત્ની સીમા આઠવલેએ મુંબઈની હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો.મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શુક્રવારે રાત્રે 12 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન લગાવી દીધું છે.પંજાબના નાણામંત્રી મનપ્રીતસિંહ બાદલ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે ખુદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ વાતની પુષ્ટિ કરી છે.

1. મહારાષ્ટ્ર
અહીં શુક્રવારે 15,817 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું અને 11,344 દર્દી સાજા થયા હતા અને 56 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 22 લાખ 82 હજાર 191 કેસ નોંધાઇ ચૂક્યા છે, તેમાંથી 21 લાખ17 હજાર 744 લોકો સાજા થયા છે, જ્યારે 52,723 દર્દી મૃત્યુ પામ્યા છે. 1 લાખ 10 હજાર 485 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

2. કેરળ
અહીં શુક્રવારે કોરોનાના નવા 1,780 કેસ નોંધાયા હતા. અને 3,377 દર્દી સાજા થયા હતા અને 14 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 10 લાખ 87 હજાર 444 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાંથી 10 લાખ 50 હજાર 603 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,370 દર્દી મૃત્યુ પામ્યા છે. 32,170ની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
અહીં શુક્રવારે 715 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું અને 495 દર્દી સાજા થયા હતા અને 2 લોકોનાં મૃત્યુ થયાં હતાં. રાજયમાં અત્યારસુધીમાં 2 લાખ 76 હજાર 622 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2 લાખ 68 હજાર 196 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4,006 દર્દીનાં મૃત્યુ થયા છે. 4420 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
અહીં શુક્રવારે, 237 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. અને 137 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ 22 હજાર 518 લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3 લાખ 17 હજાર 487 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2,789 દર્દી મૃત્યુ પામ્યા હતા. 2,242ની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી
અહીં શુક્રવારે કોરોનાના 431 કેસ નોંધાયા હતા. 356 લોકો સાજા થયા અને 2 દર્દી મૃત્યુ પામ્યા હતા. રાજયમાં અત્યારસુધીમાં 6 લાખ 42 હજાર 870 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 6 લાખ 29 હજાર 841લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,936 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. 2093 દર્દી સારવાર હેઠળ છે.

Download Our B K News Today App



Related News