રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-08 13:43:16
  • Views : 280
  • Modified Date : 2020-11-08 13:43:16

              રાજકોટમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગતા તંત્રમાં ચિંતા જાગી છે. એક તરફ દિવાળીના તહેવારો આવી રહ્યા ત્યારે લોકોમા સોશિયલ ડિસ્ટન્સિંગ ઘટે અને કેસ વધે તેવી શક્યતા છે તેવામાં અત્યારથી જ કેસની સંખ્યા વધી રહી છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હતો. પરંતુ ગઈકાલે શનિવારે કોરોનાએ ફરી માથુ ઉચક્યું હતું અને રાજકોટમાં 113 કેસ નોંધાયા હતા.રાજકોટમાં કુલ કેસની સંખ્યા 8951 પર પહોંચી છે. શહેરમાં 431 દર્દી શહેરમાં 75 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં નવા 38 પોઝિટિવ સાથે શનિવારે 113 કેસ આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 2નાં મોત નીપજ્યા છે. કેસની સંખ્યા વધી છે પણ હજુ હોબીજી તરફ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં તેના કરતા અડધા કેસ છે. જો કે ટેસ્ટની સંખ્યા પણ શહેરી વિસ્તાર કરતા લગભગ અડધી જ છે. અત્યાર સુધીમાં રાજકોટમાં ગ્રામ્ય વિસ્તાર તેમજ નગરપાલિકા વિસ્તારમાં રેપિડ ટેસ્ટ કરવા માટે સરકારે 1.60 લાખ રેપિડ ટેસ્ટ કીટ જીએમએસસીએલ મારફત મોકલી દીધી છે. રાજકોટમાં સપ્ટેમ્બર માસમાં કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા હતા તે સમયે દરરોજ 2100થી 2700 લોકોના સેમ્પલ લેવાઇ રહ્યા હતા જે હવે અડધા થઈ ગયા છે. આ કારણે ટેસ્ટ કિટનો સ્ટોક હજુ પડ્યો છે અને સરકારે છેલ્લા કેટલાક સમયથી કિટ મોકલવાનું બંધ કર્યું છે. આ ઉપરાંત લેબ ટેસ્ટ એટલે કે આરટીપીસીઆરના સેમ્પલ પણ આરોગ્ય કેન્દ્ર પરથી જ લેવાઈ શકે તે માટે તેના માટેની ખાસ વીટીએમ ટ્યૂબ 19000 જેટલી સંખ્યામા મોકલાઈ હતી.સ્પિટલાઈઝેશન વધ્યું નથી તેને તંત્ર સારી બાબત ગણી રહ્યું છે. હજુ પણ કોરોનાના 2215 બેડ ખાલી છે.રાજકોટમાં મહાનગરપાલિકા વિસ્તારમાં ઘણા કેસ આવ્યા છે

Download Our B K News Today App



Related News