આમ આદમી પાર્ટીની યાદી જાહેર કરવામાં માસ્ટર સ્ટોક આપની ૨૩ ઉમેદવારોની યાદી જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-28 11:44:19
  • Views : 394
  • Modified Date : 2021-03-28 11:44:19

ગાંધીનગર મનપાની ચૂટણીના ઢોલ વાગી ગયા છે ત્યારે ભાજપ કોંગ્રેસની હજી તો સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયી છે ત્યાં તો આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ યાદી જાહેર કરી દેવાતા રાજકીય ગરમાવો વધ્યો છે. બીજી યાદી ભાજપ અને કોંગ્રેસના રિસાયેલા સભ્યોને ધ્યાને રાખી બહાર પાડવામાં આવશે તેવી સંભાવનાઑ સેવાઇ રહી છે.  
આમ આદમી પાર્ટી આ વખતે ગાંધીનગર કોર્પોરેશની ચૂટણીમાં ૪૪ એ ૪૪ સીટો
ઉપરથી લડવાની જાહેરાત કરી દીધી છે. જેના ભાગરૂપે ગત રોજ પ્રથમ ૨૨ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. બીજી યાદી જાહેર કરવાની જાહેરાત હોળી – ધૂળેટી  પછી કરવામાં આવશે તેવું પ્રદેશ પ્રમુખ
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યુ હતું. આ ઉપરાંત પત્રકાર
પરિષદમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે આપના દરવાજા ખુલ્લા છે ?  તેવો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું  કે આપ પાર્ટીમાં તમામ લોકો માટે દરવાજા ખુલ્લા છે. જે બાદ હવે ભાજપ અને કોંગ્રેસનું લિસ્ટ જાહેર થયી જાય તે બાદ જ આપ પોતાનું બીજું લિસ્ટ જાહેર કરે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારોની યાદી
વોર્ડ નંબર-૧
રીનાબેન રાવલ
વોર્ડ નંબર-૩
ભરત જાેશી
જયેશ હલપતિ
વોર્ડ નંબર-૪
વંદનાબેન પોપટજી ઠાકોર
ચંદ્રિકાબેન વાઘેલા
પિયુષ પટેલ
વોર્ડ નંબર-૬
હસુમતી અન્નતરાય શ્રીમાળી
તુષાર પારીખ
વોર્ડ નંબર- ૭
પટેલ પારુલબેન અલ્પેશભાઈ
વોર્ડ નંબર-૮
આશીષબેન ઝાલા
દિલીપસિંહ વાધેલા
પરમાર ગૌતમભાઈ રામાભાઈ
વોર્ડ નંબર-૯
જયશ્રીબેન વાઘેલા
હેતલબેન પિયુષ પટેલ
દિવ્યાંગ ત્રિવેદી
માહિપત ગઢવી
વોર્ડ નંબર-૧૦
હિના કિરણ દીવાન
પટેલ સંગીતાબેન દિલીપકુમાર
ડો.હાર્દિક તલાટી
વીરેન્દ્રસિંહ ગોહિલ
વોર્ડ નંબર -૧૧
મકવાણા નિરુબેન
હેમલ પટેલ
નારાયણભાઈ પટેલ

Download Our B K News Today App



Related News