ગાંધીનગર જિલ્લામાં દિવાળી પછી પહેલીવાર માત્ર ૨૨ કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 11:25:48
  • Views : 269
  • Modified Date : 2020-12-29 11:25:48

ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ માત્ર ૧૨ કોરોના પોઝિટિવ  કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૬ કેસો નોંધાયા છે. જ્યારે ગાંધીનગર શહેરમાં ૧૦ નવાં કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં કોરોના
પોઝિટિવના ૨૨ કેસો નોંધાયા છે. ગાંધીનગર ગ્રામ્યમાં ગતરોજ નોંધાયેલાં ૧૨ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં જ ૬ કેસો નોંધાયા છે. ગતરોજ રાયસણમાં નવા ૨ કેસો નોંધાયા છે. આ ઉપરાંત વાવૉલ, કુડાસણ, સુઘડ અને પીપળજમાં નવા એક એક કેસો નોંધાયાં છે. જ્યારે દહેગામ તાલુકામાં ગતરોજ ધમીજમાં બે કેસો નોંધાયા છે.
   માણસા શહેરમાં ગતરોજ ૫૯ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થયા છે. કલોલ તાલુકામાં ગતરોજ ખાત્રજમાં બે અને સઈજમાં એક કેસ નોંધાયો છે. ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ઘટીને ૧૨૨ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ ૧૬ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૩૬૪૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં ગતરોજ નવા ૧૦ કોરોના પોઝિટિવ  કેસો નોંધાયાં છે. જેમાં એકમાત્ર સેક્ટર ૪ અને ૨૨માં ૨ કેસો નોંધાયાં છે. જ્યારે સેક્ટર ૨, ૫, ૧૭, ૨૧ , ૨૭ અને ૨૯માં નવાં એક એક કેસો નોંધાયાં છે. જ્યારે ગાંધીનગર શહેરમાં ગતરોજ ૧૭ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

Download Our B K News Today App



Related News