ગઢ વિસ્તારના ગામોમાં સુરતથી આવેલા ૨૧ લોકોને હોમકોરોન્ટાઈન કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-13 12:13:22
  • Views : 1154
  • Modified Date : 2020-04-13 12:13:22

ગઢ વિસ્તારના ગઢના ૬ લોકો, મડાણાના ૩ લોકો, દલવાડા ના ૭ લોકો અને સલ્લાના ૫ લોકો  જેવા ગામોમાં ૨૧ જેટલા લોકો ખાનગી વાહનોમાં સુરતથી પોતાના ઘરે આવતા ટીડીઓ દ્વારા બનાવેલી વિલેજ કન્ટેન્ટમેન્ટ કમિટી દ્વારા વોચ રાખતા તમામ લોકોની માહિતી આરોગ્ય વિભાગને આપતા તમામ લોકોનું મેડીકલ ચેકઅપ કરી હોમકોરોન્ટાઈન કરી ઘરની બહાર ના નિકળવાની કડક સુચનાઓ આપવામાં આવી હતી. તો બીજી બાજુ ગઢ પોલીસ દ્વારા પણ કડક વલણ અપનાવી ચાર મેડીકલ સ્ટોર્સના સંચાલકો સામે જાહેરનામા ભંગના એકજ દિવસમાં ચાર ગુના દાખલ કર્યા હતા. સમગ્ર વિસ્તારમાં સંપૂર્ણપણે લોકડાઉનની સ્થતિ જોવા મળી રહી છે. લોકોને પણ જરૂરી કામ સિવાય બહાર ના નિકળે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News