પોલીસે છેલ્લા ૧૧ દિવસમાં માસ્ક નહિ પહેરનારા પાસેથી ૨૧ લાખ દંડ વસૂલ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-13 11:45:41
  • Views : 319
  • Modified Date : 2020-12-13 11:45:41

રાજ્યમાં એક તરફ કોરોનાવાયરસ શહેર મચાવે છે, તેને લઈને અનેક લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે. બીજી તરફ કોરોના ગાઇડ લાઇનનું પાલન નહી કરના લોકો પાસેથી પોલીસ દ્વારા દંડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નાગરિકોમાં આ બાબતે કચવાટ પણ જાેવા મળી રહ્યો છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા કોરોનાવાયરસ સારું થયો ત્યારથી આજ સુધી ૭૮૦૬૦ લોકો પાસેથી ૨.૩૬ કરોડ દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે ડિસેમ્બર મહિનાના છેલ્લા ૧૧ દિવસમાં ૨૧ લાખનો દંડ વસૂલ કર્યો છે.
સમગ્ર દુનિયા કોરોના વાયરસને નાથવા માટે અવનવા પગલાં ભરી રહી છે હજુ સુધી વેક્સિન આવી નથી. ત્યાં સુધી આ માસ્કને સેનેટાઈઝરનો
ઉપયોગ કરવો જ લોકો માટે હિતાવહ છે. પરંતુ નાગરિકોમાં શરૂઆતના તબક્કામાં જે ડર હતો તે જાેવા મળતો નથી
પરિણામે કોરોનાની ગાઇડ લાઇનનો ભંગ કરી રહ્યા છે.  સરકાર દ્વારા ગાઇડ લાઈનનું
પાલન થાય તે માટે પોલીસને કામે લગાડવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતા માર્ગ ઉપર ડ્રાઇવ ચલાવવામાં આવી હતી.
વાહનો ચાલકો દ્વારા માસ્ક નહિ પહેરવા બાબતે બેદરકારી બદલ દંડ કરવામાં આવી રહ્યા હતા. ગાંધીનગર જિલ્લા
પોલીસ દ્વારા કોરોના વાયરસ શરૂ થયો ત્યારથી લઈને આજદિન સુધી ૭૮૦૬૦ લોકો પાસેથી રૂ.૨,૩૬૦,૧૨૦૦ કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે કોરોનાની ગાઈડલાઈનના ભંગ બદલ ૨૧૯૯ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજી તરફ ડિસેમ્બર મહિનાના પહેલા ૧૧ દિવસમાં ૨૦૯૧ લોકોને દંડવામાં આવ્યા છે. ડિસેમ્બર મહિનામાં જ ૨૦.૯૧ લાખ
પોલીસે દંડ વસુલ કર્યો છે.
શરૂઆતમાં કોરોના વાયરસનો ડર ખૂબ જ હતો અને નાગરિકો એકબીજાથી અંતર રાખીને ઊભા રહેતા હતા. પરંતુ જેમ સમય વીતી રહ્યો છે તેમ તેમ લોકો માટે દર ઓછો થઈ રહ્યો છે. અને પરિણામે જ માસ્ક પહેર્યા વિનાના લોકો પોલીસની નજરમાં આવે છે. માસ્ક ના બહાને સરકારને લૂંટવાનો
પરવાનો મળી રહે છે. ત્યારે નાગરિકોએ પણ મામૂલી કિંમતમાં માસ્ક સામે દંડ સ્વરૂપે મોટી રકમ ના ચૂકવવી જાેઇએ અને તકેદારી રાખવી જાેઈએ.

Download Our B K News Today App



Related News