પ્લાસ્ટક મુક્ત ભારત બનાવવા માટે ૨૦૦૦ વિદ્યાર્થીઓએ લીધા શપથ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-22 12:05:43
  • Views : 430
  • Modified Date : 2019-09-22 12:05:43

ધાનેરા ખાતે આવેલ વિવેકાનંદ વિદ્યાલય કેમ્પસમાં આવેલ તમામ શાળાઓના વિદ્યાર્થીઓએ શનિવારે સામુહિક રીતે પ્લાÂસ્ટક મુક્ત ભારત બનાવવા માટે પોતે પણ પ્લાÂસ્ટક બંધ કરશે તેવા શપથ લીધા હતા. જેમાં શાળાના ૨૦૦૦ કરતાં વધારે વિદ્યાર્થીઓ તેમજ ૨૦૦ જેટલો સ્ટાફ હાજર રહ્યો હતો.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારતની સાથે સાથે પ્લાÂસ્ટક મુક્ત ભારત બનાવવા માટે નારો  આપ્યો છે અને પ્લાÂસ્ટકથી થતા નુકસાન બાબતે તમામ લોકોને જાણકારી હોવા છતાં પ્લાÂસ્ટકનો ઉપયોગ કરે છે. તે લોકો પણ પ્લાÂસ્ટકનો ઉપયોગ બંધ કરે તે હેતુથી ધાનેરા ખાતે આવેલ ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ દ્વારા સંચાલિત વિવેકાનંદ કેમ્પસમાં આવેલ તમામ શૈક્ષણિક સંસ્થાના ૨૦૦૦ કરતાં પણ વધારે વિદ્યાર્થી અને ૨૦૦ કરતાં વધારે સ્ટાફગણે શનિવારે સવારની સામુહિક પ્રાર્થનામાં પ્લાÂસ્ટક મુક્ત ભારત બનાવવાના
શપથ લીધા હતા. જેમાં બાળકોએ પોતાનો નાસ્તો કે અન્ય વસ્તુ ક્યારેય પ્લાÂસ્ટકમાં નહી લાવે અને ઘરે પણ પોતાના પરિવારને પ્લાÂસ્ટક મુક્ત બનાવશે તેવા શપથ લીધા હતા અને શાળાના સ્ટાફગણે પણ
પોતાના પરિવારને પ્લાÂસ્ટક મુક્ત બનાવશે તેમજ અન્ય લોકોને પણ પ્લાÂસ્ટકનો
ઉપયોગ ન કરવા માટે સલાહ આપવાના શપથ લીધા
હતા.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ રાયમલભાઇ પટેલ, મંત્રી દિનેશભાઇ પટેલ શંકુલના આચાર્યો એવા ગોવિંદભાઇ, રમેશભાઇ, ઇશ્વરભાઇ, સિલ્પરાજસિંહ તેમજ તમામ સ્ટાફગણ હાજર રહ્યો હતો. શાળાના વ્યાયામ શિક્ષક એન.એમ.બોકાએ શાળાના
કંપાઉન્ડમાં પણ પ્લાÂસ્ટકનો
ઉપયોગ ન કરવા તમામને
શપથ લેવડાવ્યા હતા.

Download Our B K News Today App



Related News