અનલોકમાં વધુ રાહત આપતી રાજ્ય સરકાર હવે લગ્ન પ્રસંગોમાં ૨૦૦ને ભેગા થવાની મંજૂરી અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-03 11:31:32
  • Views : 1027
  • Modified Date : 2020-11-03 11:31:32

કોરોનાના કેસો ઘટી રહ્યા છે, ત્યારે અનલોકની પ્રક્રિયામાં પણ વધુને વધુ છૂટછાટ અપાઈ રહી છે. જેના અનુસંધાને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર, ગુજરાત સરકારે પણ લગ્નપ્રસંગમાં ૨૦૦ લોકોને ભેગા થવાની છૂટ આપી છે.અત્યાર સુધી લગ્નપ્રસંગમાં ૧૦૦ લોકો જ ભેગા થઈ શકતા હતા. જેમાં હવે વધારો કરવામાં આવ્યો છે. જોકે, બંધ હોલમાં જો લગ્નપ્રસંગ હોય તો હોલની કેપેસિટીના અડધા લોકો જ ભેગા થઈ શકેશે.સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે છૂટ ભલે ૨૦૦ લોકોને એકત્ર થવાની આપી હોય, પરંતુ તેમાં માસ્ક
પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.
લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં જ સૌથી વધુ લોકો એકત્ર થતા હોય છે. જોકે, ભીડભાડમાં કોરોના વધુ ફેલાતો હોવાના કારણે સરકારે તેના પર આકરા નિયંત્રણો લાદ્યા હતા. બીજી તરફ, લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લગ્નપ્રસંગો પણ રદ્દ થયા હતા.
સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં ઓક્ટોબરમાં ગુજરાતમાં કોરોનાના કેસોમાં ખાસ્સો ઘટાડો થયો છે.

Download Our B K News Today App



Related News