વિધાનસભા ગેટ આગળ દલિત સમાજના ૨૦૦ કાર્યકરોની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-24 10:53:02
  • Views : 259
  • Modified Date : 2021-03-24 10:53:02

ઘોઘા દલિત હત્યાકાંડના આરોપી પી.એસ.આઈ. સોલંકીની ધરપકડ તેમજ
પી.એસ.આઇ. ભરતીમાં એસસી એસટી ઓબીસી અનામત ખતમ કરવાના વિરોધમાં ગાંધીનગરના વિધાનસભાના ગેટ નંબર-૧ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે
પહેલા જ દલિત સમાજના ધારાસભ્ય સહિત સમાજના લોકોની અટકાયત કરવામાં આવી હતી અને વિધાનસભા સહિત અન્ય વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ગાંધીનગરમાં દલિત કાર્યકરો મોટી સંખ્યા ઉમટી પડ્યા હતા.
તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચૂંટણીની હારજીત બાદ ઘોઘાના સણોદર ગામે ચૂંટણી પરિણામ બાદ મારામારી થઈ હતી. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન એક અનુસૂચિત શખ્સ પર ટોળાએ
પથ્થરમારો કરતા તેની ધોલાઈ કરી હતી.  ચૂંટણી સરઘસ દરમ્યાન થયેલ મર્ડરની ઘટનામાં ૧૦ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. મૃતકના
પરિવારજનોએ લાશ સ્વીકારનો ઈન્કાર કર્યો હતો અને ઘોઘા
પીએસઆઇ સોલંકીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જેને લઈને મંગળવારે દલિત સમાજ દ્વારા વિધાનસભાનો ઘેરાવો કરવા માટે આવ્યા હતા. ત્યારે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિધાનસભાની નજીક પહોંચતા જ પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત પીએસઆઇની ભરતીમાં અનામત મુદ્દાને પણ બેનરોમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતના અનુસૂચિત આદિવાસીઓ, ઓબીસી સમાજના ભાઈબહેનો બેખબર છે. સમગ્ર ગુજરાતમાં અનામતને લઈને શુ થશે તે વિશે માહિતી નથી. ૩૭૨ પી.એસ.આઈ. ની ભરતીમાં ઓબીસી અને એસટી સમાજનો છેદ ઉડાડવામાં આવ્યો છે.  વિરોધ કરી રહેલા ૨૦૦ કાર્યકરોની
પોલીસ દ્વારા  અટકાયત  કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News