ગાંધીનગર જિલ્લામાં પાંચ દિવસમાં ૨૦૦ કોરોના પોઝિટિવથી ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-18 11:46:11
  • Views : 340
  • Modified Date : 2020-09-18 11:46:11

ગાંધીનગર જિલ્લામાં છેલ્લાં ૧૭ દિવસથી કોરોના સંક્રમણ બેકાબુ રહેતાં  ગાંધીનગર શહેરમાં ૧૮ તેમજ ગ્રામ્યમાં નવાં ૨૪ કેસો નોંધાયાં છે. ગાંધીનગર જિલ્લાના કુલ ૪૨ નવાં કેસોમાં ગાંધીનગર તાલુકામાં પણ  કેસો નોંધાયાં છે.  ગ્રામ્ય વિસ્તારોમાં ૮ દર્દીઓ હોમ આઈસોલેટ અને ૧૬ દર્દી હૉસ્પિટલમાં દાખલ થવા સાથે ૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. ગ્રામ્યમાં  ૫૫ વર્ષથી ૭૫ વર્ષના ૧૦ વૃદ્ધજનો તેમજ બે વર્ષની બાળકીથી લઈ ૪૭ વર્ષ સુધીના ૧૪ વ્યક્તિ કોરોના પોઝિટિવ થયા છે.
ગાંધીનગર શહેરમાં  કોરોના પોઝિટિવના નવા ૧૮ કેસો નોંધાયાં છે. જેમાં સેક્ટર ૭માં ૩ અને સેક્ટર ૨૭ અને ૨૯માં નવાં બે બે કેસો નોંધાયાં છે. આ ઉપરાંત સેક્ટર ૨, ૩, ૩ એ ન્યુ, ૪, ૮ , ૨૩, ૨૪,  ૨૫ અને ઈન્ફોસીટીમાં નવાં એક એક કેસો નોંધાયાં છે.
ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં નવા નોંધાયેલા ૨૪ કેસોમાંથી ૧૪ કેસો ગાંધીનગર તાલુકામાં જ આવતાં ફફડાટ ફેલાયેલો રહયો છે. ગાંધીનગર તાલુકાનાં મીલેટ્રી સ્ટેશન આલમપુર તેમજ વાયુ શક્તિનગરમાં વધુ ૩ જવાન કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. જ્યારે કુડાસણમાં નવા બે કેસો નોંધાયાં છે. આ ઉપરાંત
પુનધ્રાસણ, સાદરા, રાંધેજા, શિહોલી મોટી, ઝુંડાલ, સરગાસણ, ઉવારસદ અને મગોડીમાં એક એક નવાં કેસો નોંધાયાં છે.
દહેગામ તાલુકાનાં ધારીસણા અને એક શહેરમાં નવાં એક એક કેસો નોંધાયાં છે. જ્યારે માણસા તાલુકાનાં મહુડીમાં બે વર્ષિય બાળકી સહિત બે નવાં કેસો તેમજ આજોલ અને દેલવાડામાં એક એક નવો કેસ નોંધાયો છે. કલોલ શહેરમાં ૩ નવાં કેસો નોંધાયાં છે. તો ઈસડમાં એક નવો કેસ નોંધાયો છે. ગાંધીનગર ગ્રામ્યમાં  ૧૪ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૧૬૩૩ દર્દીને રજા આપવામાં આવી છે. જ્યારે ગાંધીનગર શહેરમાં  ૧૭ દર્દીઓ ડિસ્ચાર્જ કરાતા કુલ ૮૭૧ દર્દીઓને રજા આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News