વલસાડમાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી, પુત્રીની લાશ પાસે પિતાનું હૈયાફાટ રૂદન, આત્મહત્યાનું કારણ અકબંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-20 14:05:59
  • Views : 293
  • Modified Date : 2021-02-20 14:05:59

    વલસાડના મોગરાવાડીમાં રહેતી 20 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનો પર આભ ફાટી પડ્યું. મોગરવાડીના શ્રી રામકૃષ્ણ પાર્કમાંરહેતા ઉદયભાન યાદવ ખરીદી માટે ઘરથી બહાર ગયા હતા ત્યારે જ તેમની વીસ વર્ષીય પુત્રી પીન્કી યાદવે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ખરીદી કરી ઘરે પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્યો ના હતો. પિતાએ રસોડાની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી જોયું તો જુવાનજોધ પુત્રી ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી મળી આવી હતી...આ દ્રશ્ય જોઈ પિતા ઘટનાસ્થળ પર જ ઢળી પડ્યા હતા. આસપાસથી લોકો પણ એકઠા થયા અને પોલીસને જાણ કરી હતી.


    પોલીસે લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ જુવાન પુત્રીની આત્મહત્યાના કારણે પિતા અને અન્ય પરિવારજનોના હૈયાફાટ રૂદનના કારણે આક્રંદભર્યું વાતાવરણ છવાયું હતું.પોલીસે લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. યુવતીની આત્મહત્યા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.


Download Our B K News Today App



Related News