ડીસાના એક ગામે 3 યુવકો પર 20 લોકોનો હુમલો; લોહીલુહાણ હાલતમાં ત્રણેય યુવકોને સારવાર અર્થે ખસેડાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-09 14:22:22
  • Views : 2950
  • Modified Date : 2022-11-09 14:22:22

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણાં સમયથી મારામારીની ઘટનાઓમાં વધારો થયો છે. જેમાં વધુ એક મારામારીની ઘટના ડીસા તાલુકાના કંસારી ગામ પાસે બની હતી. મેળામાં નજીવી બાબતે થયેલી તકરાર બાદ સમાધાન માટે બોલાવેલા યુવકો પર 20થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 3 યુવકોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણેય યુવકોની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા

ડીસાના લાખણાસર ગામે ભરાયેલા મેળામાં ઠાકોર સમાજના બે જૂથ વચ્ચે નજીવી બાબતે તકરાર થતા મારામારી થઈ હતી. જોકે આજુબાજુના લોકોએ દોડી આવી બંને જૂથને છૂટા પાડ્યા હતા. ત્યારબાદ મોડી સાંજે કંસારી પાસે સમાધાન માટે બોલાવી 3 યુવકો પર 20થી વધુ લોકોના ટોળાએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઈજા પહોંચાડી લોહી લુહાણ હાલતમાં ત્રણેય લોકોને રોડ પર છોડી ટોળુ નાસી ગયું હતું. જે બાદ સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત ત્રણેય યુવકોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્રણેય યુવકોની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

 

20થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ

આ સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકે ડીસા તાલુકા પોલીસ મથકે રાહુલ ઠાકોર, કિરણ ઠાકોર, ભરત ઠાકોર, જગદીશ ઠાકોર, સાગર ઠાકોર અને પાડજી ઠાકોર સહિત 20થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News