ધાનેરામાં બે કેસ આવતા ૨૦ લોકોને ક્વોરન્ટાઇન કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-03 12:07:58
  • Views : 1009
  • Modified Date : 2020-06-03 12:07:58

ધાનેરા પોલીસ દ્વારા વ્યાજ વસુલી કેસમાં આઠ ઇસમોની અટકાયત કરવામાં આવી હતી અને તેમાં તમામનું કોરોના બાબતે ચેકઅપ કરવામાં આવતા બે ઇસમોને કોરોના
પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ તેમજ નગરપાલિકા તંત્ર હરકતમાં આવી ગયુ હતુ અને રાતોરાત ૧૦૪ ઘરનો કન્ટેઈનમેન્ટ ઝોન ત્યાર કરવામાં આવ્યો હતો. આ તમામ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે
આજુબાજુના વિસ્તારના ૨૫૭ ઘરોને બફરઝોનમાં મુકવામાં આવ્યા હતા. સવારે આ બન્ને ઇસમોના પરિવારના લોકો તેમજ તેમના સાથે સંકળાયેલા લોકોને ક્વોરન્ટાઇન કરીને એમ.વી.મહેતા હોસ્પિટલમાં મુકવા માટે પહાંચતા તેમના
પરિવારજનોએ વિરોધ નોંધાવ્યો હતો અને તેઓએ પોતાના ઘરમાંજ તમામ હોમ
ક્વોરન્ટાઇન રહેવા માટે જણાવતા પોલીસ તેમજ પાલિકા તંત્ર અવઢવમાં મુકાઇ જવા
પામ્યા હતા. બે કલાકની મડાગાંઠ ઉકેલાતા અંતે આરોગ્ય વિભાગના અધિકારી તેમજ નગરપાલિકાના અધિકારી તેમના નિવાસસ્થાને આવ્યા હતા અને તેમને હોમ
ક્વોરન્ટાઇન કર્યા હતા અને તેમને ઘરથી બહાર નીકળવા ઉપર પાબંધી લગાવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તપાસ માટે આવે ત્યારે સહકાર આપવા માટે જણાવ્યુ હતુ અને અંતે આ ૨૦ જેટલા લોકોને હોમ ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News