પાલનપુર ડેપોની એસટી બસોમાં જીપીઆરએસ સિસ્ટમની બાજ નજરમાં ૨૦ કર્મીઓ કામચોરી કરતા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-08 12:28:35
  • Views : 470
  • Modified Date : 2019-06-08 12:28:35

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસોમાં જીપીઆરએસ સિસ્ટમ અમલી બનાવાઈ છે. જે કામ ચોરી કરતા ચાલકો અને કંડક્ટરો માટે મુશ્કેલી રૂપ બની રહી છે. જ્યાં બનાસકાંઠા જિલ્લાના
પાલનપુર ડેપોની બસોમાં કાર્યરત કરાયેલી
જીપીઆરએસ સિસ્ટમથી ૨૦ ઉપરાંત બસ ચાલકો અને કંડકટરને કામચોરી કરતા ઝડપી તેમના સામે દંડનાત્મ કાર્યવાહી કરવામાં આવી છે.
એક સમય એવો હતો કે, ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની એસ.ટી.બસો લગભગ દરેક ગામડાઓમાં જતી હતી. જોકે, ખાનગી વાહનો દ્વારા મુસાફરોની હેરાફેરી શરૂ થતાં નિગમને નુકશાન થઈ રહ્યું છે. પરિણામે એક પછી એક ગામડાના રૂટ બંધ કરવામાં આવી રહ્યા છે. જોકે, શહેરોના લાંબા રૂટ નિગમ માટે આવકના સ્ત્રોત બન્યા છે. ત્યારે એસટી બસોનું વ્યવસ્થિત નિયમન થાય અને ગુલ્લી મારતા
ચાલકો- કંડકટર ઉપર નજર રાખી શકાય તે માટે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસોમાં જીપીઆરએસ સિસ્ટમ અમલી બનાવાઈ છે. જ્યાં બનાસકાંઠા જિલ્લાના
પાલનપુર ડેપોની તમામ ૧૦૮ બસોમાં જીપીઆરએસ સિસ્ટમ કાર્યરત કરાઈ છે. જે કામચોરી કરતાં કર્મચારીઓ માટે મુશ્કેલી સર્જી રહી છે. આ અંગે પાલનપુર ડેપો મેનેજર અનિલભાઇ અટારાએ જણાવ્યું હતું કે, બસના ડ્રાઇવર કન્ડક્ટરો બસને ગમે તે રોકતા, નિયત રૂટ કરતાં શોર્ટ રૂટમાં બસ ચલાવતા, ઓવર સ્પીડમાં ગાડી ચલાવતા જેવી અનેક ફરિયાદો તંત્રને મળતી હતી. જોકે, તમામ ૧૦૮ બસોમાં જીપીઆરએસ સિસ્ટમ કાર્યરત કરતાં એસ ટી ને થતું લાખોનું નુકશાન ઘટાડી શકાયું છે.પેસેન્જરોની સંખ્યામાં પણ વધારો થયો છે. બ્રેકડાઉન કિસ્સાઓ ૯૦ ટકા જેટલા ઘટ્યા છે.
મહત્વની બાબત તો એ છે કે, જીપીઆરએસ થી બસોને સજ્જ કરાયા
કામચોરી- ગુલ્લી મારતા ડ્રાઈવર કંડક્ટરો ઉપર બાજ નજર રહે છે. અત્યાર સુધીમાં નિયમોનું પાલન ન કરનારા ૨૦ ઉપરાંત ડ્રાઇવર કંડક્ટરો સામે કાર્યવાહી કરી તેમની
પાસેથી  ૫૦થી ૧૦૦ રૂપિયા જેટલો દંડ વસુલવામાં આવ્યો છે. વર્તમાન સમયે
જીપીઆરએસથી સજ્જ તમામ બસોનું મોનિટરિંગ
પાલનપુર ડેપોમાંથી કરવામાં આવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News