ઢીમાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ૨૦ ફૂટનું ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 10:43:51
  • Views : 284
  • Modified Date : 2020-12-08 10:43:51

થરાદ પંથકમાં નર્મદાની કેનાલ ખેડૂતો માટે જીવાદોરી બની છે ત્યારે બીજી બાજુ અભિશાપ પણ બની છે. ત્યારે નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ ખરાબ કર્યું હોવાના કારણે નર્મદાની કેનાલો  ઓવરફ્લો પાણી થવાથી વારંવાર તૂટવા પામે છે અને ખેડૂતોના ખેતરોમાં પાણી આવવાથી ખેડૂતો પાયમાલ બને છે. તેમનો તમામ પાક નિષ્ફળ જાય છે.  ત્યારે  ઢીમાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં અડધી રાત્રે ૨૦ ફૂટનું ગાબડું પડતા ભાપી અને લોરવાડાની સીમમાં આવેલા ૫૦ એકરના ઉભા
પાકમાં પાણી ફરી વળ્યું હતું.   ખેતરોમાં રહેતા લોકોના ઘરમાં પાણી આવતા લોકોને અડધી રાત્રે સ્થળાંતર કરવાની ફરજ
પડી હતી.
થરાદ પંથકના ખેડૂતો કેનાલ ઓવરફ્લો ચાલુ હોવાથી વારંવાર નર્મદા વિભાગને રજૂઆત કરવા છતાં અધિકારીઓએ કાન આડા હાથ કરી દીધા હોય તેમ  કોઈ કાર્યવાહી નથી.  હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાથી કેનાલોમાં વારંવાર ગાબડાં પડે છે અને ખેડૂતો પાયમાલ થઇ રહ્યો છે.   નર્મદા વિભાગ અને પ્રાંત ઓફિસમાં અનેક વખત આવેદનપત્ર આપ્યા છે પણ કોઈજ કાર્યવાહી થતી  નથી. આથી સરકારે સજ્જ થઈ તંત્રને તકેદારી રાખવી જાેઈએ. આવી જ હાલાત  રહેશે તો ખેડૂતોને ભારે નુકસાન થવા પામશે.  નુકશાન સામે વળતર આપવા માટે ખેડૂતોએ માંગણી કરી છે.
ઉલ્લેખનીય છે કે  બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન પર ર્નિભર છે. જાે કે જિલ્લાના સરહદી વિસ્તારના વાવ, માવસરી, સૂઈગામ સહીતના ખેડૂતો ખેતી કરવા કેનાલના પાણી પર ર્નિભર છે. મહત્વની વાત છે કે કેનાલના
પાણીથી ર્નિભર રહેતા ખેડૂતોને અવાર-નવાર  અવનવી હાલાકી જેવી કે કેનાલોમાં
પાણી ન આવે તો ખેતરોમાં ઉગાડેલો પાક સુકાઈ જવો સહિત જાે કેનાલમાં પાણી આવે તો અવાર-નવાર કેનાલમાં ગાબડા પડી જતા કેનાલોનું
પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળતાં ખેતરો બેટમાં ફેરવાય છે અને ખેડૂતોએ ખેતરોમાં ઉગાડેલો મોંઘામૂલો પાક ધોવાઇ જતા ખેડૂતો દેવાદાર બની રહ્યા છે.   થરાદના ભાપી ગામ નજીકથી પસાર થતી ઢીમા માઈનોર કેનાલમાં મોડી રાત્રે અંદાજિત ૨૦ ફૂટનું ગાબડું
પડતાં કેનાલની આસપાસ આવેલા ખેતરોની ૫૦ એકર જેટલા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ખેતરો બેટમાં ફેરવાયા હતા. અને ખેડૂતોનું જીરા સહિતનું મોંઘામૂલો પાક ધોવાઈ જતાં ખેડૂતોને  રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.  પાક ઉગાડ્યા બાદ ખેડૂતોએ મોટી કમાણી કરવાનાં સપનાં જાેયાં હતાં પરંતુ કેનાલોના પાણીએ ખેડૂતોના સપના પર પાણી
ફેરવી દેતાં ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે અને ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News