પાઈપ વાગી જતા 20 દિવસની બાળકીનું કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-07 12:52:25
  • Views : 493
  • Modified Date : 2019-06-07 12:53:43

અમદાવાદના મેઘાણીનગરના ચમનપુરમાં મોડી રાત્રે થેયલા જૂથ અથડામણમા 20 દિવસ બાળકીની હત્યા થઈ છે. ઝઘડો કરી રહેલ શખ્સોની પાઇપ અચાનક 20 દિવસ બાળકીને વાગી જતા તેનું મોત થયું હતું. આ વિસ્તારના નામચીન બૂટલેગર સતીષ પટણીના હાથે થઈ છે બાળકીની હત્યા. પોલીસે ચાર શખ્સો પૈકી એકની ધરપકડ કરી છે. અમદાવાદના મેઘાણીનગરમાં 20 દિવસની બાળકીની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. ચમનપુરાની બાપાલાલની ચાલીનો બનવા છે. જ્યાં ગઈ મોડી રાત્રે આરોપી બૂટલેગર સતીશ પટણી, ગોપાલ પટણી, દીપલ પટણી, હિતેશ મારવાડી અને લખન ઠાકોરએ ફરિયાદી લક્ષ્મીબહેન પટણીના ઘરે આતંક મચાવ્યો હતો. જેમાં હથિયારોથી લક્ષ્મીબહેનના પરિવારને કોઈ પણ કારણોસર માર માર્યો હતો. આ ઘટનામાં લક્ષ્મીબહેનની 20 દિવસની ખુશ્બુ નામની દીકરીને પાઈપ વાગી જતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.આ ઘટના બનતાની સાથે જ પરિવાર અને સ્થાનિકો આક્રોશમાં આવી જતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પોલીસે આખી રાતની મહેનત બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. મેઘાણી નગર પોલીસે બૂટલેગર સતીશ પટણી, ગોપાલ પટણી, દીપલ પટણી, હિતેશ મારવાડી અને લખન ઠાકોર સામે હત્યા સહિતનો ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે. 

Download Our B K News Today App



Related News