પાલનપુર-અમદાવાદ હાઇવે પર ત્રિપલ અકસ્માતમાં બે યુવકોને ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-10 06:44:30
  • Views : 494
  • Modified Date : 2019-04-10 06:44:30

પાલનપુર- અમદાવાદ હાઇવે પર કનૈયા ધાબા પાસે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં ૨ લોકોને ઇજા થઇ હતી. જેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પાલનપુરના અમદાવાદ હાઇવે પર કનૈયા ધાબા પાસે એક બાઈક ચાલકને બચાવવા જતા બસ અને બોલેરો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક ચાલક સહિત એક મુસાફરને ઇજા થઇ હતી. આ ઇજાગ્રસ્ત મુસાફર તિલકસિંહ હોતસિંહ રાજપૂત ઉ.૪૯, રહે.ખરાકવારી જી.બુલંદ શહેર, ઉત્તરપ્રદેશ અને બાઈક ચાલક રમેશ અમથારામ પ્રજાપતિ ઉ.૫૯ રહે.બેચરપુરા, પાલનપુરને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ ગયો હતો.


Download Our B K News Today App



Related News